For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાવધાન: જો ટેક્સની ચોરી કરશો તો થઇ શકે છે જેલ...!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

p-chidambaram
નવી દિલ્હી, 5 માર્ચ: એક્સાઇઝ ડ્યૂટી અથવા સર્વિસ ટેક્સ જમા ન કરાવવામાં આવતાં ડિફોલ્ટરની ધરપકડ કરવામાં આવી શકે છે. નાણાં મંત્રી પી ચિદમ્બરમ દ્રારા લોકસભામાં રજૂ કરવામાં આવેલા નાણા બીલ 2013માં આ જોગવાઇ છે. જોગવાઇ અનુસાર જો 50 લાખ રૂપિયાથી વધુ એક્સાઇસ ડ્યૂટી અથવા કસ્ટમ ડ્યૂટીની ચોરીના કેસ સામે આવશે તો આ સજ્ઞાન અને બિન જમાનતી ગુનાની શ્રેણીમાં આવશે.

નાણા બીલમાં કલમ 91ને લાગૂ કરવાની જોગવાઇ છે. તેમાં રાખવામાં આવેલ સર્વિસ ટેક્સ જમા ન કરાવવાની સ્થિતીમાં કોઇ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી શકે છે. પરંતુ આ ધરપકડ કેન્દ્રિય ઉત્પાદ શુલ્ક અધિક્ષક સ્તરનો અધિકારી કરી શકશે. તેમાં કસ્ટમ ડ્યૂટી અધિનિયમની કલમ 135 હેઠળ ઓછામાં ઓછા ચાર આરોપોને બિન જમાનતીની શ્રેણીમાં રાખવાનો પ્રસ્તાવ છે. તેમાં એવી કોઇ વસ્તુની આયાત અથવા નિયાતનો સમાવેશ છે જેની જાહેરાત કાયદાની જોગવાઇ હેઠળ કરવામાં આવી ન હોય અને તેની બજાર કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવી જોઇએ.

આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ છેતરપિંડી કરીને ટેક્સ રિટર્ન અથવા કસ્ટમ ડ્યૂટીના કાયદા હેઠળ ટેક્સ છૂટનો લાભ મેળવે છે તો તેને આ સ્થિતીમાં પણ બિન જમાનતી ગુનો ગણવામાં આવશે. સરકારે આ પગલાં એક્સાઇઝ ડ્યૂટી અને કસ્ટમ ડ્યૂટીનો સંગ્રહ ઓછો થતો હોવાથી ભર્યા છે. બજેટના દસ્તાવેજો અનુસાર, 2012-13માં કસ્ટમ ડ્યૂટીનો સંગ્રહ, 1.72 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે, જ્યારે લક્ષ્ય 1.94 લાખ કરોડ રૂપિયાનું છે. વર્ષ દરમિયાન સર્વિસ ટેક્સ સંગ્રહણ 1.33 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે જે 1.24 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યથી વધુ હશે.

English summary
Failure to pay excise duty and service tax could lead to arrest of defaulters, as per the provisions proposed in the Finance Bill 2013 introduced by Finance Minister P Chidambaram in the Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X