For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરીને 4.7 બિલિયન ડોલરમાં ખરીદશે ફેરફેક્સ

|
Google Oneindia Gujarati News

ટોરન્ટો, 24 સપ્ટેમ્બર : વિશ્વની અગ્રણી મોબાઇલ કંપનીઓની માર્કેટ પકડ ઢીલી બનતા એક બાદ એક સોદાઓ બહાર આવી રહ્યા છે. નોકિયા બાદ હવે બ્લેકબેરી કંપની પણ વેચાઈ રહી છે. વિશ્વના જાણીતી શેરબજાર કંપની ફેરફૈક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ લમિટેડ બ્લેકબેરીને ખરીદી રહ્યું છે. આ સોદો 4.7 અરબ ડોલર એટલે કે અંદાજે 300 અરબ રૂપિયામાં થશે. અગાઉ માઇક્રોસોફ્ટે નોકિયાને 7.2 અરબ ડોલરમાં ખરીદ્યું હતું.

બ્લેકબેરીએ જાહેર કરેલા એક નિવેદન અનુસાર 10 ટકા સ્ટોકની સાથે સૌથી મોટી શેરધારક કંપની ફેરફૈક્સે 9 ડોલર પ્રતિ શેરની કિંમતથી કંપની ખરીદવાની રજૂઆત કરી હતી. કંપનીનું કહેવું છે કે ફેયરફૈક્સ સાથેની વાતચીત ચાલુ રહેશે, જોકે અમે બીજા વિકલ્પો વિશે પણ વિચાર કરીશું.

blackberry-fairfax

બ્લેકબેરીએ હાલમાં જ કંપનીની ખોટ પૂરવા માટે ચાર હજાર નોકરીઓમાં ઘટાડો કર્યો હતો. નિષ્ણાતોનું માનવું છે કે બ્લેક બેરીનો હાર્ડવેર બિઝનેસ કંઈ ખાસ નથી, જોકે કંપની કંપની પાસે કેટલીક પેંટટ છે. વાયરલેસ ટેક્નૉલોજીની પેટંટ તેમાંથી એક છે, જે હાલના વર્ષોમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ છે.

કેનેડાની કંપની બ્લેકબેરીએ કહ્યું છે કે બ્લેકબેરી ફોનની ખરીદીમાં મંદીને પગલે કંપનીને એક અરબ ડોલરથી વધુનો ખોટ ગઈ છે. કંપનીના જણાવ્યા પ્રમાણે 4 નવેમ્બર, 2013 સુધીમાં સંબંધિત માહિતી મેળવી લેવાશે અને ત્યારબાદ કંપનીના વેચાણની પ્રક્રિયા શરૂ કરાશે.

English summary
Fairfax to buy BlackBerry for 4.7 billion dollar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X