Meta subscription service : ફેસબુક-ઇન્સ્ટાગ્રામ બ્લુ ટીક માટે ચૂકવવા પડશે પૈસા, માર્ક ઝુકરબર્ગે આપી જાણકારી
Meta subscription service : ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બ્લુ ટિક માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં જાહેરાત કરી છે કે, લોકોએ વેબ-આધારિત વેરિફિકેશન માટે 11.99 ડોલર અને iOS માટે 14.99 ડોલર ચૂકવવા પડશે.
Meta subscription service : ટ્વિટર બ્લુ દ્વારા સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ થયા બાદ મેટા દ્વારા સબ્સક્રિપ્શન સર્વિસની જાહેરાત કરવામાં આવી છે. મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ દ્વારા ફેસબુક પર એક પોસ્ટ દ્વારા સબ્સક્રિપ્શન સર્વિસ અંગે જાણકારી આપવામાં આવી છે.

આ અંગે જાણકારી આપતા માર્કે ફેસબુક પર લખ્યું કે, આ અઠવાડિયાથી મેટા સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ કરવા જઇ રહ્યા છીએ. આ એક પ્રકારની સબ્સક્રિપ્શન સર્વિસ છે, જે યુઝર્સને એક સરકારી ઓળખાણ પ્રમાણપત્ર સાથે પોતાના એકાઉન્ટને વેરિફાઇડ કરવાની તક આપશે.

ઝુકરબર્ગે ફેસબુક પોસ્ટ દ્વારા કરી જાહેરાત
ઝુકરબર્ગે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હવે ગ્રાહકો રૂપિયા ચૂકવીને બ્લુ બેજ (બ્લુ ટિક) મેળવી શકશે, આ સાથે સાથે તેમને સમાન IDધરાવતા ફેક એકાઉન્ટ્સથી ગ્રાહક સપોર્ટની સુરક્ષા અને ડાયરેક્ટ એક્સેસ પણ મળશે. આ નવી સર્વિસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની સેવાઓમાં પ્રમાણીકરણ સુરક્ષાને વધારવા વિશે છે.

મેટાના બ્લુ ટિકની કિંમત
ઝુકરબર્ગના જણાવ્યા અનુસાર, યુઝર્સ વેબ-આધારિત ચકાસણી માટે દર મહિને 11.99 ડોલર (રૂપિયા 992.36) અને iOS પર સેવા માટે દર મહિને 14.99 ડોલર (રૂપિયા 1240.65) ચૂકવવા પડશે. મેટા વેરિફાઈડ સબસ્ક્રિપ્શન સેવા ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આ અઠવાડિયે શરૂ કરવામાં આવશે.
ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ સેવા અન્ય દેશોમાં પણ શરૂ થશે. જોકે, ઝકરબર્ગે એ નથી જણાવ્યું કે, ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ટ્વિટરે ભારતમાં પણ બ્લુ સર્વિસ શરૂ કરી છે.

ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે
ઝુકરબર્ગે હજુ આ અંગે કોઇ જાહેરાત કરી નથી. તેથી ભારતમાં આ સેવા ક્યારે શરૂ થશે એ અંગે કોઇ જાણકારી ઉપલ્બ્ધ નથી. જોકે, તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ બાદ તેને અન્ય દેશોમાં પણ લોન્ચ કરવામાં આવશે. મેટાએ આ અંગે હજુ સુધી તારીખ જાહેર કરી નથી.

બ્લુ ટિક શેના માટે છે?
મેટા અનુસાર, જ્યારે મેટા વેરિફિકેશન પૂર્ણ કરે છે, ત્યારે બ્લુ ટિક અથવા એકાઉન્ટ ચકાસવામાં આવે છે કે, કોઈપણ એકાઉન્ટ અથવા પૃષ્ઠકોઈ જાણીતી વ્યક્તિ, સેલિબ્રિટી અથવા વૈશ્વિક બ્રાન્ડનું છે. મેટા આ એકાઉન્ટ્સને પ્રમાણિત કરે છે અને લોકો માટે તેને શોધવાનું સરળબનાવે છે.












Click it and Unblock the Notifications
