મલ્ટિ બ્રાન્ડ એફડીઆઇથી રીયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવશે : એક્સપર્ટ્સ

એક્સપર્ટ્સનું માનવું છે કે આ કારણે લાંબા ગાળાની સાથે મધ્યમ ગાળામાં અનેક તકો ઉભી થશે. રિટેલ સેક્ટરમાં વિદેશી કંપનીઓના પ્રવેશ સાથે મોલની માંગ ઉભી થશે. જેનો લાભ રીયલ એસ્ટેટ સેક્ટરને પહોંચશે. એફડીઆઇના આવવાથી વર્તમાન સમયમાં અનેક મોલ્સમાં જે ખાલી દુકાનો છે ભરાઇ જવાનો લાભ પણ રીયલ એસ્ટેટને મળશે.
એક્સપર્ટ્સના મતે વર્તમાન સમયમાં ભારતમાં એક મોલમાં સરેરાશ 15થી 20 ટકા જગ્યા ખાલી રહી છે. આવનારા ત્રણ વર્ષમાં રિટેલમાં રોકાણ આવવાથી આ પ્રમાણ ઘટીને માત્ર પાંચથી સાત ટકા રહી જશે.
રિટેઇલ સેક્ટરમાં તેજી આવવાને કારણે તેની સાથે સંકળાયેલા અન્ય સેક્ટર્સ અને સેવાઓ જેમ કે સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન ઓપરેશન્સને લાભ પહોંચશે.












Click it and Unblock the Notifications
