ફેસ્ટિવલ બોનાન્ઝા! તહેવારોની મોસમમાં બેંકોની ખાસ ઓફર્સ
ભારતમાં નવરાત્રિ અને તરત જ પાછળ આવતી દિવાળીને પગલે દેશભરની અગ્રણી બેંકોએ ફેસ્ટિવલ બોનાન્ઝાની ભેટ આપી છે. મોટા ભાગની બેંકોએ લોન ઉપરની પ્રોસેસિંગ ફીમાં રાહત આપવાથી લઇને શોપિંગ બોનાન્ઝા સુધીની ઓફર્સ રજૂ કરી છે.
ભારતની કેટલીક અગ્રણી બેંકોએ રજૂ કરેલી આકર્ષક ફેસ્ટિવલ ઓફર્સને અહીં રજૂ કરી રહ્યા છે...

કોર્પોરેશન બેંક
કોર્પોરેશન બેંકે હોમ લોનની પ્રોસેસિંગ ફી પર ફેસ્ટિવલ સીઝનમાં 100 ટકા રાહત આપી છે. રૂપિયા 2 કરોડ સુધીની હોમ લોન 10.25 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ છે. જો કે SBI, HDFC બેંકોના દરની સરખામણીએ તે વધારે છે.

ICICI બેંક
ICICI બેંકે આ ફેસ્ટિવલ સીઝનમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. જે અનુસાર બેંક હોલિડે ડીલ્સ, ટ્રેન્ડી એપેરલ્સ અને લેટેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ માટે ઓન લાઇન શોપિંગમાં ખાસ છૂટ આપી રહી છે. ફેસ્ટિવ સીઝનના અંતમાં ટોપ શોપર્સ માટે કેટલાક આકર્ષક ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

સિન્ડીકેટ બેંક
સિન્ડિકેટ બેંક દ્વારા 16-8-2014થી 31-12-2014 સુધીમાં હોમ લોન લેનારાને ડોક્યુમેન્ટેશન અને પ્રોસેસિંગ ચાર્જીસમાં રાહત આપી છે.

UCO બેંક
UCO બેંકે માત્ર હોમ લોન નહીં પરંતુ વ્હીકલ લોનની પ્રોસેસિંગ ફી પર રાહત જાહેર કરી છે.

કોર્પોરેશન બેંક બોનાન્ઝા
કોર્પોરેશન બેંકે હોંમ લોન ઉપરાંત વ્હીકલ લોન પર પણ રાહતની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
