આજની JPCની બેઠકમાં 2જી મુદ્દે તણખા ઝરવાની શક્યતા

લોકસભા સ્પીકર મીરા કુમારે આ તબક્કે દરમિયાનગીરી કરવાની ના પાડતા પી ચિદમ્બરમને સાક્ષી તરીકે હાજર રહેવાની નોટીસ આપવાનો મુદ્દે કમિટી પાસે પાછો આવ્યો છે. જેના કારેણે જેપીસીના ચેરમેન પી સી ચાકોને ફરજ પડી છે કે આ મુદ્દો હવે વિભાજિત પેનલ સમક્ષ રજૂ કરે.
ઉલ્લેખનીય છે કે ગત 11 ઑક્ટોબરે યોજાયેલી જેપીસીની બેઠકમાં ભાજપના 6 સભ્યોએ હાજર રહેવાનું ટાળ્યું હતું. કારણ કે વડાપ્રધાન અને ચિદમ્બરમને સાક્ષીઓની યાદીમાં રાખવાની ના પાડી હતી.
આ મુદ્દે સ્પીકરે જણાવ્યું કે આ મુદ્દે તેમનો સંપર્ક સાધતા પહેલા સમિતિઓ ચોક્કસ નિર્ણય પર પહોંચવું જરૂરી છે.
2જી સ્પેક્ટ્રમ મુદ્દે વડાપ્રધાન અને નાણા પ્રધાનને જેપીસીની બેઠકમાં બોલાવવાના મુદ્દે ભાજપનું કહેવું હતું કે જેપીસી પાસે સત્તા છે કે તેમને બોલાવવા માટે પ્રક્રિયામાં ફેરફાર કરી શકે.
પૂર્વ નાણા પ્રધાન અને ભાજપના સભ્ય યશવંત સિંહાએ પત્ર લખીને જણાવ્યું કે સમિતિ પાસે વિશેષ સત્તા છે જેના દ્વારા તે વડાપ્રધાનને બોલાવી શકે છે. કારણ કે કેટલાક નિર્ણયો વડાપ્રધાન દ્વારા લેવામાં આવ્યા છે જેનો જવાબ માત્ર તેઓ જ આપી શકે છે.












Click it and Unblock the Notifications
