First trade war in history : સૌથી પહેલી કયા દેશો વચ્ચે છેડાઈ હતી ટ્રેડ વોર? જાણો દુનિયા માટે કેટલી ખતરનાક?

First trade war in history : આજે દુનિયાભરની અર્થવ્યવસ્થા પરસ્પર જોડાયેલી છે. એક દેશ દ્વારા લેવામાં આવતા નાણાકીય નિર્ણય પુરી દુનિયાને પ્રભાવિત કરે છે.

હાલમાં અમેરિકાની ટેરિફ નીતિ બાદ ચીને તેની સામે પગલાં લીધાં છે. જેના જવાબમાં અમેરિકા ચીનના માલ પર 125 ટકા સુધીનો ટેરિફ લગાવી રહ્યુ છે. આ સ્થિતિને ટ્રેડ વૉર તરીકે ઓળખવામાં આવે છે.

First trade war in history

ટ્રેડ વૉર એટલે શું?
જ્યારે બે કે બે કરતા વધારે દેશો એકબીજાના ઉત્પાદનો પર આયાત કર (ટેરિફ) લગાવે અને આ પગલાં એકબીજાની વિરોધી નીતિરૂપે ચાલું રહે ત્યારે તેને ટ્રેડ વૉર કહેવામાં આવે છે.

સામાન્ય રીતે ટ્રેડ વૉર ત્યારે થાય છે જ્યારે એક દેશને લાગે છે કે બીજો દેશ સસ્તા ભાવે માલ વેચી તેના સ્થાનિક ઉત્પાદકોને નુકસાન પહોંચાડી રહ્યો છે.

વિશ્વની પહેલી ટ્રેડ વૉર 1653માં ઇંગ્લેન્ડ અને ડચ (હોલેન્ડ) વચ્ચે થઈ હતી. તે સમયે અંગ્રેજો ડચ વેપારીઓના જહાજો પર હુમલો કરતા હતા અને પછી આ ઘટનાઓ વ્યાપક યુદ્ધમાં ફેરવાઈ. બન્ને દેશોમાં સમુદ્રી માર્ગો અને વેપાર નિયંત્રણ માટે ટક્કર જોવા મળી હતી.

ટ્રેડ વૉરથી આયાતી માલ વધુ મોંઘો થઈ જાય છે, જેના કારણે સામાન્ય લોકોની ખિસ્સા પર સીધી અસર થાય છે. આજના સમયમાં ઉત્પાદનો ઘણા દેશોની સહભાગિતાથી બને છે, તો જ્યારે કોઈ એક દેશ પર ટેરિફ લાગૂ થાય ત્યારે સમગ્ર સપ્લાય ચેઇન ખોરવાય છે. પરિણામે ઉત્પાદન ધીમું પડે છે ખર્ચ વધે છે અને માલ મોંઘો બને છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X