Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

buy 1 get 1 free offer - ફ્લાઈટની એક ટિકિટ બૂક કરો અને બીજી મફત મેળવો

જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેમને પ્લેનની ટિકિટ બુકિંગ પર બેસ્ટ ઓફર મળી રહી છે.

નવી દિલ્હી : જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરવા જઇ રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેમને પ્લેનની ટિકિટ બુકિંગ પર બેસ્ટ ઓફર મળી રહી છે. જો તમે કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તો તમને એક ટિકિટ બૂક કરવા પર બીજી ટિકિટ મફતમાં મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના રસી અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધીમાં 64 કરોડ 48 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાંથી 14 કરોડ 77 લાખ લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. શ્રીલંકન એરલાઇન્સે એવા લોકો માટે શાનદાર ઓફર જાહેર કરી છે, જેમણે રસીના બંને ડોઝ લીધા છે.

buy 1 get 1 free offer

આ ઓફર હેઠળ તમને એક ફ્લાઇટ ટિકિટના બૂકિંગ પર બીજી ટિકિટ એકદમ મફત મળશે. શ્રીલંકન એરલાઇન્સે પ્રવાસીઓને આકર્ષવા માટે buy 1 get 1 free offer રજૂ કરી છે.

શું છે ઓફર

શ્રીલંકન એરલાઇન્સની આ ઓફર હેઠળ જો તમે આ એરલાઇન્સમાંથી ટિકિટ બૂક કરો છો, તો તમને કોલંબોથી ભારત પરત જવા માટે એક ટિકિટ સાથે એક ટિકિટ મફત મળશે. આ ઓફર માત્ર તે લોકો માટે છે, જેમણે કોરોનાના બંને ડોઝ લીધા છે. તમે 31 ઓક્ટોબર, 2021 સુધી આ ઓફરનો લાભ લઈ શકો છો.

પ્રવાસીઓને આકર્ષવા માટે શ્રીલંકા સરકારે જણાવ્યું છે કે, ભારતીયો કે જેમણે કોરોનાના બંને ડોઝ લીધા છે, તેમને ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર નથી. જો કે, તેમની RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. જો પ્રવાસીનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમને હોસ્પિટલમાં જવું પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X