Forbes Billionaire List: દુનિયાના સૌથી અમીર લોકોની ટૉપ-10 યાદીમાં મુકેશ અંબાણી ફરીથી સામેલ
Forbes Billionaire List: ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરીથી દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફૉર્બ્સે વર્ષ 2023ના વિશ્વના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે. જેમાં મુકેશ અંબાણીનુ નામ પણ સામેલ છે.
આ યાદીમાં મુકેશ અંબાણીએ 9મુ સ્થાન મેળવ્યુ છે. આ સાથે તેઓ એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 83.4 બિલિયન ડૉલર સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને હતા પરંતુ હવે આ યાદીમાં તેમનુ સ્થાન ઘણુ નીચે જતુ રહ્યુ છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ 24 જાન્યુઆરીએ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ત્રીજા સ્થાને હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 126 અબજ ડૉલર હતી. પરંતુ તે જ દિવસે અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સામે આવ્યો. જેના કારણે તેમની કંપનીઓ નીચે જતી રહી.
આ અહેવાલ સામે આવ્યા બાદ ગૌતમ અદાણી ફોર્બ્સની સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 27માં સ્થાને સરકી ગયા છે. મુકેશ અંબાણી ફોર્બ્સની આ પ્રખ્યાત અબજોપતિઓની યાદીમાં ગયા વર્ષે 10માં સ્થાને હતા અને તેમની કુલ સંપત્તિ 90.7 બિલિયન ડૉલર હતી.
65 વર્ષના મુકેશ અંબાણી હાલમાં આ વર્ષની યાદીમાં માઈક્રોસોફ્ટના સ્ટીવ બાલ્મર, ગૂગલના લેરી પેજ અને સરગી બ્રિનથી આગળ છે. ફેસબુકના માર્ક ઝૂકરબર્ગ અને ડેલ ટેક્નોલોજીના માઈકલ ડેલથી પણ આગળ છે.












Click it and Unblock the Notifications
