For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Forbes List 2019: ફરી સૌથી અમીર ભારતીય બન્યા મુકેશ અંબાણી, જાણો કેટલી સંપત્તિ છે

Forbes List 2019: ફરી સૌથી અમીર ભારતીય બન્યા મુકેશ અંબાણી, જાણો કેટલી સંપત્તિ છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એકવાર ફરીથી ભારતના સૌથી અમીર શખ્સ બની ગયા છે. ફોર્બ્સે ભારતના ટૉપ 100 સૌથી અમીર લોકોની યાદી જાહેર કરી છે, જેમાં સતત 12મા વર્ષે મુકેશ અંબાણી પ્રથમ સ્થાને બની રહ્યા છે. જ્યારે આ યાદીમાં અદાણી પોર્ટ્સના માલિક ગૌતમ અદાણી બીજા સ્થાન પર છે. ગૌતમ અદાણીએ આ યાદીમાં આઠ અંકોની મોટી છલાંગ લગાવી છે. યાદીમાં ત્રીજા સ્થાન પર અશોક લેલેન્ડના હિન્દુજા બ્રધર્સ, ચોથા સ્થાન પર શાપૂર્જી પલ્લોંજી ગ્રુપના પી. મિસ્ત્રી અને પાંચમા સ્થાને કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક છે. ઉદય કોટકે પહેલીવાર આ યાદીમાં શીર્ષ પાંચમા પોતાની જગ્યા બનાવી છે.

કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ?

કેટલી છે મુકેશ અંબાણીની સંપત્તિ?

ફોર્બ્સની યાદી મુજબ મુકેશ અંબાણીની કુલ સુપત્તિ 51.4 બિલિયન ડોલર છે. ગત એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 4.1 બિલિયન ડોલરનો વધારો થયો છે. આની સાથે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ત્રણ વર્ષ જૂની ટેલિકોમ યૂનિટ જીયો 340 મિલિયન ગ્રાહકો સાથે ભારતની સૌથી મોટી મોબાઈલ વાહક કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. જો કે આર્થિક મંદીની આહટને પગલે આ વર્ષ ઘણું પડકારજનક રહ્યું અને 2019ની યાદીમાં દિગ્ગજોની કુલ સંપત્તિમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે.

છઠ્ઠા સ્થાન પર એચસીએલ ટેક્નોલોજીના શિવ નાડર

છઠ્ઠા સ્થાન પર એચસીએલ ટેક્નોલોજીના શિવ નાડર

ફોર્બ્સની સૌથી અમીર ભારતીયોની યાદીમાં છઠ્ઠા સ્થાને એચસીએલ ટેક્નોલોજીના શિવ નાડર છે, જેમની સંપત્તિ 14.4 બિલિયન ડોલર છે. સાતમા સ્થાને 14.3 બિલિયન ડોલરની સંપત્તિની સાથે એવન્યૂ સુપરમાર્ટના રાધાકૃષ્ણ દમાની છે. આઠમા સ્થાને ગોદરેજ ગ્રુપની ગોદરેજ ફેમીલી છે, જેમની કુલ સંપત્તિ 12 બિલિયન ડૉલર છે. જ્યારે નવમા સ્થાને 10.5 બિલિયન ડોલરની સંપત્તિની સાથે આર્સેલર મિત્તલના લક્ષ્મી મિત્તલ છે. 10મા સ્થાને આદિત્ય બિરલા ગ્રુપના માલિક કુમાર મંગલમ બિડલા છે, જ્યારે કુલ સંપત્તિ 9.6 બિલિયન ડૉલર છે.

15.7 બિલિયન ડૉલરની સાથે બીજા સ્થાન પર અદાણી

15.7 બિલિયન ડૉલરની સાથે બીજા સ્થાન પર અદાણી

યાદીમાં બીજા સ્થાને રહેલ ગૌતમ અડાણીની સંપત્તિમાં પણ વધારો થયો છે. તેમની કુલ સંપત્તિ 15.7 બિલિયન ડોલર આકવામાં આવી છે. ગૌતમ અદાણીએ આઠ અંકની છલાંગ લગાવી આ વર્ષની યાદીમાં બીજા સ્થાન પર જગ્યા બનાવી છે. ફોર્બ્સ મુજબ એરપોર્ટથી લઈ ડેટા સેન્ટર સુધીના કેટલાય પ્રકારના કારોબારને કારણે ગૌતમ અદાણીને આ સફળતા મળી છે. જો કે 14 અમીરોની દૌલતમાં આ વર્ષે 1 અરબ ડોલરનો ઘટાડો નોંધાયો છે. પાછલા વર્ષની ફોર્બ્સની યાદીમાં સામેલ 9 અરબપતિ આ વખતેની યાદીમાં જગ્યા ન બનાવી શક્યા. અજીમ પ્રેમજીની સંપત્તિમાં તગડો ઘટાડો નોંધાયો છે, અને આ યાદીમાં તેઓ પાછલા વર્ષના બીજા સ્થાનથી ખસકી 17મા સ્થાને પહોંચી ગયા છે.

જમ્મુ-કાશ્મીરમાં કાલથી પોસ્ટપેડ મોબાઈલ ઑન થઈ જશે, 68 દિવસ બાદ ફોનની ઘંટડી વાગશેજમ્મુ-કાશ્મીરમાં કાલથી પોસ્ટપેડ મોબાઈલ ઑન થઈ જશે, 68 દિવસ બાદ ફોનની ઘંટડી વાગશે

English summary
forbes list 2019: mukesh ambani became richest person of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X