For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પહેલા વિેદેશી મુદ્રા ભંડારે બનાવ્યો નવો રેકોર્ડ, 8 અબજ ડૉલરનો ઉછાળો

દિવાળી પહેલા દેશના વિદેશી મુદ્રા ભંડારે નવો રેકોર્ડ બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિવાળી પહેલા દેશના વિદેશી મુદ્રા ભંડારે નવો રેકોર્ડ બનાવ્યો છે. છ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 7.779 અબજ ડૉલરની જોરદાર વૃદ્ધિ સાથે 568.494 અબજ ડૉલરના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જારી કરેલ આંકડામાં આ માહિતી આપી. ગઈ 30 ઓક્ટોબરે પૂરા થયેલ સપ્તાહમાં દેશનુ વિદેશી મુદ્રા ભંડાર 18.3 કરોડ ડૉલર વધીને 560.715 અબજ ડૉલર રહ્યુ હતુ જે ત્યાં સુધીનો એક રેકોર્ડ હતો.

dollar

6 નવેમ્બરે સપ્તાહમાં દેશનુ સ્વર્ણ ભંડાર 1.328 અબજ ડૉલર વધીને 37.587 અબજ ડૉલર થઈ ગયુ. આઈએમએફમાં મળેલ વિશેષ વિડ્રૉલ અધિકારી 70 લાખ ડૉલરથી વધીને 1.448 અબજ ડૉલર થઈ ગયો. વળી, આ દરમિયાન દેશના આઈએમએફ પાસે જમા મુદ્રા ભંડાર ચાર કરોડ ડૉલરથી વધીને 4.676 અબજ ડૉલર પહોંચી ગયુ. સમીક્ષા અવધિમા વિદેશી મુદ્રા ભંડાર વધવાનુ મહત્વનુ કારણ વિદેશી મુદ્રા પરિસંપત્તિઓ(એફસીએ) વધવાનુ છે. આ પરિસંપત્તિઓ કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો હિસ્સો હોય છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર સમીક્ષા અવધિમાં એફસીએ 6.403 અબજ ડૉલરથી વધીને 524.742 અબજ ડૉલર થઈ ગયુ. એફસીએને ડૉલરમાંદર્શાવવામાં આવે છે પરંતુ આમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી મુદ્રાઓ પણ શામેલ થાય છે.

જાણો દુનિયામાં સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર કયા દેશનો

ગયા ઓગસ્ટમાં ચીનનો વિદેશી મુદ્રા ભંડાર 10.2 બિલિયન ડૉલર વધી ગયો હતો. આ સતત પાંચમો મહિનો હતો જ્યારે ચીનનો વિદેશી મુદ્રા ભંડાર વધ્યો. જો કે સપ્ટેમ્બરમાં આ 22.1 બિલિયન ડૉલર ઘટીને 3143 બિલિયન ડૉલરના સ્તરે આવી ગયો હતો. ત્યારે પણ તે ભારતના વિદેશી મુદ્રા ભંડારના મુકાબલે પાંચ ગણાથી પણ વધુ છે. જો આપણે ચીનની વાત કરીએ તો આ મામલે પણ તે આપણાથી ઘણા આગળ છે. ગયા સપ્ટેમ્બરની સમાપ્તિ પર ચીનમાં કુલ 118.202 બિલિયન ડૉલરનો સુરક્ષિત સ્વર્ણ ભંડાર હતો.

દેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 ના મોતદેશમાં કોરોનાના 44 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 520 ના મોત

ડિસેમ્બર સુધી ભારતને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ મળી શકેડિસેમ્બર સુધી ભારતને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ મળી શકે

English summary
Foreign Exchange Reserves surge 8 Billion doller to record high ff 568 billion doller
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X