ઓક્ટોબરથી મોબાઇલ ધારકો મળશે રોમિંગ ફ્રીની ભેટ !

સેક્ટર-36 સ્થિત એમસીએમ ડીએવી કોલેજ ફોર વુમેનના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયેલા કપિલ સિબ્બલે કહ્યું હતું કે દેશમાં મોબાઇલ સેવા રોમિંગ ફ્રી કરવાના કામ પર વિભાગ ગંભીરતા કામ કરી રહ્યો છે. તેમને કહ્યું હતું કે તેનો હેતુ જલદી વપરાશકર્તાઓને ઉપલબ્ધ કરાવવાનો છે. જો કે તેમને સ્વિકાર્યું હતું કે દેશમાં રોમિંગ ફ્રી સુવિધા લાગૂ કરવાના મુદ્દે ટેલિકોમ કંપનીઓ એકમત થઇ રહી નથી.
કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓએ શરૂઆતમાં તેનો વિરોધ કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ રોમિંગ દરને સમાપ્ત કરવાથી ટેલીકોમ કંપનીઓને ભારે નુકસાન થશે. એક અનુમાન અનુસાર દેશભરની ટેલીકોમ કંપનીઓને રોમિંગથી લગભગ 10 ટકાની આવક થાય છે. આ દરમિયાન કપિલ સિબ્બલના નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં રોમિંગ દર સમાપ્ત કરી દેશે.












Click it and Unblock the Notifications
