Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ફરીથી વધ્યા ભાવ, જયપુરમાં કિંમત 100ને પાર
ધવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે.
નવી દિલ્લીઃ બુધવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 25 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે રાતો ઈંધણના ભાવ સ્થિર હતા પરંતુ આજે ફરીથી વધી ગયા છે ત્યારબાદ પેટ્રોલ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે ડીઝલના ભાવોમાં 30થી 31 પૈસાનો અને પેટ્રોલની કિંમતમાં 28થી 29 પૈસાનો વધારો થયો છે. વધતા ભાવોના કારણે ડીઝલની કિંમત પણ ઘણા શહેરોમાં 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 26 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 96.66 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 102.82 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 97.91 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 96.58 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 99.89 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.42 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 93.88 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 103.29 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 92.96 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 100.46 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 87.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 95.84 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 90.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 94.06 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 92.66 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 96.38 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 87.05 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 100.35 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યુ આ નિવેદન
રવિવારે મીડિયા સાથે વાત કરીને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે હાલમાં સરકારની આવક ઘટી ગઈ છે. આવક ઘટવાના કાણે ખર્ચ વધી ગયો છે. હું એ વાતને સ્વીકારુ છુ કે ઈંધણના વધતા ભાવોથી લોકોને મુશ્કેલી થઈ રહી છે પરંતુ સરકાર પર ખર્ચાનો બોજ વધુ છે એવામાં ઈંધણના ભાવ અત્યારે ઘટાડી શકાય નહિ.












Click it and Unblock the Notifications
