Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી કરાયો વધારો, જાણો આજના રેટ

ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે સામાન્ય જનતાને ફરીથી ઝટકો આપ્યો છે.

નવી દિલ્લીઃ ક્રૂડ ઓઈલ કંપનીઓએ આજે સામાન્ય જનતાને ફરીથી ઝટકો આપ્યો છે. ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલ 18 થી 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 28થી 32 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ છે. તમને જણાવી દઈએ કે બુધવારે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા નહોતા. જ્યારે મંગળવારે ડીઝલની કિંમતમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. વળી, પેટ્રોલના ભાવ 23 પૈસા પ્રતિ લિટર વધ્યા હતા. તમને જણાવી દઈએ કે મેમાં અત્યાર સુધી 15 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધતા ક્રૂડ ઓઈલના ભાવોના કારણે માત્ર 15 દિવસમાં પેટ્રોલના રેટ 3.34 રૂપિયા અને ડીઝલ 3.86 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 93.68 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 99.94 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.80 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.47 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 101.77 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.21 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 84.61 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 91.87 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 89.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 87.46 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.79 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 89.70 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.00 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં જ કહ્યુ હતુ કે આવનારા દિવસોમાં ભાવ ઘટશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં કમીનો લાભ અમે ગ્રાહકોને હસ્તાંતરિત કરીશુ. તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X