Fuel Rates: આજે ફરીથી પેટ્રોલ-ડીઝલના વધ્યા ભાવ, આ મહિનામાં 13મી વાર થયો વધારો, જાણો તમારા શહેરના રેટ

ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે આજે શનિવાર(16 ઓક્ટોબર) ભારતમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

નવી દિલ્લીઃ ક્રૂડ ઓઈલના ભાવ વધવાના કારણે આજે શનિવાર(16 ઓક્ટોબર) ભારતમાં ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઓક્ટોબરમાં 3 દિવસ છોડીને આ મહિનામાં 13મી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. ઈંધણની કિંમતો 16 ઓક્ટોબરે દેશભરમાં પોતાના મહત્તમ સ્તરે પહોંચી ગઈ છે. આજે પેટ્રોલની કિંમતોમાં 30થી 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો અને ડીઝલના કિંમતોમાં 33થી 37 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 102.42 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 105.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 11143 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 102.80 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 106.10 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 109.16 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 108.84 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 102.49 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 101.53 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 101.75 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લીઃ 94.22 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 102.15 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.69 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 97.33 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 100.00 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 100.79 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 94.66 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. આ મહિનામાં 4,12 અને આજે 13 ઓક્ટોબરને છોડીને અન્ય બધા દિવસોએ ઈંધણ મોંઘુ થયુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X