Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો, જાણો તમારા શહેરના રેટ
સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે.
નવી દિલ્લીઃ સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ત્યારબાદ ક્રૂડ ઓઈલની કિંમતો રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે ડીઝલના ભાવમાં 33થી 37 પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે રવિવારે પણ પેટ્રોલના ભાવમાં 30થી 35 પૈસા અને ડીઝલના ભાવમાં 34થી 38 પૈસાનો વધારો થયો હતો. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીમાં મૂકી દીધા છે. પેટ્રોલ અને ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 105.10 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 108.29 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 114.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 108.78 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 105.13 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 112.06 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 105.22 રૂપિયા પ્રતિ લિટર
પટના: 105.14 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ : 103.88 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 105.10 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 97.02 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 114.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 100.14 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.25 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 102.98 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 97.98 રૂપિયા પ્રતિ લિટર
પટના: 104.78 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ : 103.88 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.












Click it and Unblock the Notifications
