Fuel Rates: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરીથી થયો વધારો, જાણો આજના ભાવ

આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

નવી દિલ્લીઃ આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી ઈંધણ કંપનીઓ તરફથી આજે સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલના ભાવમાં 25થી 31 પૈસા જ્યારે ડીઝલના ભાવમાં 18થી 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરે દેશના બધા શહેરોમાં પેટ્રોલ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 39 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે 30 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલના ભાવમાં લગભગ 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો હતો.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 102.14 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 108.15 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.76 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.74 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.44 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.73 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.64 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 98.99 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 110.37 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 90.48 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 98.12 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.99 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.54 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.50 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 95.70 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.40 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 99.09 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.59 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

ઉલ્લેખનીય છે કે 24 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 6 વાર ડીઝલના ભાવ અને 5 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રુપિયાને પાર વેચાઈ રહ્યુ છે. ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઑઈલ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ સહિત ઑઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સુધારો કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X