Fuel Rates: ક્રૂડ ઓઈલમાં વધ-ઘટ યથાવત, જાણો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશમાં ઈંધણના ભાવ સ્થિર છે. આજે સતત 159મો દિવસ છે જ્યારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. શનિવારે સવારે WTI ક્રૂડ 87.46 ડૉલર પ્રતિ બેરલના સ્તરે ગગડતો જોવા મળ્યો હતો. વળી, બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95.29 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયુ. છેલ્લા દિવસોમાં ઓપેક દેશો દ્વારા ઉત્પાદન કાપના કારણે ક્રૂડના ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે. જો કે, અલગ-અલગ રાજ્યોમાં વેટનો દર અલગ-અલગ હોવાથી રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનો દર એકસરખો રહેતો નથી.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લી:
96.72
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
106.31
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
106.03
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
102.63
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
96.63
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.42
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
96.19
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
96.31
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
96.54
રુપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લી:
89.62
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈ:
94.27
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તા:
92.76
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈ:
94.24
રૂપિયા
પ્રતિ
લિટર
ગાંધીનગરઃ
92.38
રુપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
92.17
રુપિયા
પ્રતિ
લિટર
રાજકોટઃ
91.95
રુપિયા
પ્રતિ
લિટર
સુરતઃ
92.07
રુપિયા
પ્રતિ
લિટર
વડોદરાઃ
92.28
રુપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.