એક વાર ફરીથી વધ્યા પેટ્રોલના ભાવ, ડીઝલની કિંમતોમાં આજે કોઈ ફેરફાર નહિ

બે દિવસના અંતર બાદ એક વાર ફરીથી પેટ્રોલની કિંમતો વધારવામાં આવી છે.

નવી દિલ્લીઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી લોકોને રાહત મળતી નથી દેખાઈ રહી. સતત વધતી કિંમતોના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. બે દિવસના અંતર બાદ એક વાર ફરીથી પેટ્રોલની કિંમતો વધારવામાં આવી છે. ઈન્ડિયન ઓઈલ કૉર્પોરેશને પેટ્રોલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ત્યારબાદ દિલ્લીમાં પેટ્રોલના ભાવ 98.81 રૂપિયાથી 99.16 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. વળી, મુંબઈમાં 34 પૈસા પેટ્રોલના ભાવ વધવાના કારણે તેની કિંમત 104.90 રૂપિયા પ્રતિ લિટરથી 105.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જો કે ડીઝલના ભાવમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Recommended Video

પેટ્રોલના ભાવમાં તોતિંગ વધારો, ગુજરાતના જિલ્લામાં પ્રતિ લીટરદીઠ પેટ્રોલની કિંમત

petrol

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા એક મહિનામાં 16 વાર વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. વેલ્યુ એડેડ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ છે. દિલ્લીમાં પેટ્રોલના ભાવ 99.16, મુંબઈમાં 105.24, ચેન્નઈમાં 101.13 અને કોલકત્તામાં 99.04 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, ડીઝલની વાત કરીએ તો દિલ્લીમાં 89.18. મુંબઈમાં 96.72, ચેન્નઈમાં 93.72, કોલકત્તામાં 92.03 રૂપિયા પ્રતિ લિટર છે.

છેલ્લા 34 દિવસોની વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં 8.84 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. વળી, ડીઝલ છેલ્લા 33 દિવસોમાં 8.39 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયુ છે. આ દરમિયાન ઓપેક દેશ ઓગસ્ટથી ડિસેમ્બર દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત વધારવા જઈ રહ્યુ છે. જે રીતે પેટ્રોલ અને ડીઝલના્ ભાવ વધી રહ્યા છે તેણે સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. તમામ વિરોધ બાદ પણ આ કિંમતો ઘટાડવા પર સરકાર તરફથી કોઈ વિચાર કરવામાં નથી આવી રહ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X