Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, પટનામાં રેકૉર્ડ ઉંચાઈએ પહોંચ્યા પેટ્રોલના ભાવ
આજે પણ સામાન્ય જનતાને રાહત મળી છે કારણકે ગુરુવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીધલના ભાવ વધાર્યા નથી.
નવી દીલ્લીઃ આજે પણ સામાન્ય જનતાને રાહત મળી છે કારણકે ગુરુવારે ઈંધણ કંપનીઓએ પેટ્રોલ-ડીધલના ભાવ વધાર્યા નથી. તમને જણાવી દઈએ કે શહેરોમાં પેટ્રોલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટર વધારી દેવામાં આવ્યા હતા. જે બાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 100.72 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. આખા મે મહિનામાં 16 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. માત્ર 16 દિવસમાં પેટ્રોલના રેટ 3.88 રૂપિયા અને ડીઝલના રેટ 4.42 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જારી
બુધવારે પટનામાં પેટ્રોલ 96.69 રૂપિયા અને ડીઝલ 90.66 રૂપિયા રેકૉર્ડ ઉંચાઈએ પહોંચી ગયુ છે કે જે અત્યાર સુધી રેકૉર્ડ છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયે પણ બુધવારે કહ્યુ કે કેન્દ્ર સરકારે એ નીતિઓ ન લાગુ કરવી જોઈએ કે જે ઈંધણની વસ્તુઓને મોંઘી કરે, વધી રહેલા ઈંધણના ભાવો પર મોદી સરકારે લગામ કસવી જોઈએ.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 94.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.72 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.99 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.50 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.64 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.56 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.83 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.64 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 85.38 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.69 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 88.23 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.95 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 90.51 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 90.66 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.77 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરના રેટ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
