Fuel Rates : ક્લિક કરો અને જાણો 17 જુલાઇના પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઓઈલ કંપનીઓએ આજે (17 જુલાઈ) પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 57માં દિવસે કોઈ ફેરફાર થયો નથી.
Fuel Rates : ઓઈલ કંપનીઓએ આજે (17 જુલાઈ) પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત 57માં દિવસે કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે રવિવારના રોજ પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે, જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડા પહેલા 105.41 રૂપિયા પ્રતિ લીટર હતી. જ્યારે ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં આજથી એક લીટર પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા છે, જે અગાઉ 111.35 રૂપિયા હતી, જ્યારે ડીઝલની કિંમત 97.28 રૂપિયા પ્રતિ લીટરથી 94.27 રૂપિયા પ્રતિ લીટર હતી.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 5.04 રૂપિયા પ્રતિ લીટર ઘટી
વાસ્તવમાં, મહારાષ્ટ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 3 રૂપિયાનો વેલ્યુ એડેડ ટેક્સ (VAT) ઘટાડવાની જાહેરાત કરી છે. જેબાદ મુંબઈમાં પેટ્રોલની કિંમત 5.04 રૂપિયા પ્રતિ લીટર ઘટી છે, જ્યારે ડીઝલની કિંમત 3.01 રૂપિયા ઘટી છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 94.24 રૂપિયા પ્રતિ લીટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- બેંગ્લોરમાં પેટ્રોલ 101.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.89 રૂપિયા પ્રતિ લીટર છે.
- લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- નોઈડામાં પેટ્રોલ 96.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે.
- ગુરુગ્રામમાં પેટ્રોલ 97.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 90.05 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચંદીગઢમાં પેટ્રોલ 96.20 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લીટર છે.
- નાગપુરમાં પેટ્રોલ 106.03 અને ડીઝલ 92.58ના ભાવે વેચાઈ રહ્યું છે.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
