Fuel Rates : પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી મોટો વધારો
રવિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, ત્યારબાદ તેલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 31 ઓગસ્ટના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે.
Fuel Rates : રવિવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે, ત્યારબાદ તેલની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. 31 ઓગસ્ટના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 35 પૈસાનો વધારો થયો છે. હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસ પરેશાન છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લીટર
કિંમતમાં વધારા બાદ હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 98.07 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 115.15રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 106.23 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ખરીદી શકાય છે.
ચૈન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.04 રૂપિયા અને ડીઝલની કિંમત 102.25રૂપિયા છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 109.79 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટર છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હી: 109.34 રૂપિયા પ્રતિ લિટર
- મુંબઈ : 115.15 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા : 109.79 રૂપિયા પ્રતિ લિટર
- ચૈન્નાઈ : 106.04 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર : 113.15 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 106.24 રૂપિયા પ્રતિ લિટર
- નોઈડા : 106.46 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 105.22 રૂપિયા પ્રતિ લિટર
- રાંચી : 103.53 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 106.46 રૂપિયા પ્રતિ લિટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હી : 98.07 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 106.23 રૂપિયા પ્રતિ લિટર
- કોલકાતા : 101.19 રૂપિયા પ્રતિ લિટર
- ચૈન્નાઈ : 102.25 રૂપિયા પ્રતિ લિટર
- બેંગ્લોર : 104.09 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ : 98.54 રૂપિયા પ્રતિ લિટર
- નોઈડા : 98.73 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢ : 97.77 રૂપિયા પ્રતિ લિટર
- રાંચી : 103.53 રૂપિયા પ્રતિ લિટર
- પટના : 98.73 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
- જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો.
- તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.
- જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.
- ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
