For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબોની યાત્રા થઇ મોંઘી, ગરીબ રથના ભાડામાં વધારાના આસાર

ગરીબ રથ જેનું ભાડું અત્યાર સુધી ઓછું હતું, ત્યાં રેલવે હવે ઓછા ભાડામાં શરૂ કરેલી ગરીબ રથ એક્સપ્રેસનું ભાડું વધારવા જઈ રહી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

ગરીબ રથ જેનું ભાડું અત્યાર સુધી ઓછું હતું, ત્યાં રેલવે હવે ઓછા ભાડામાં શરૂ કરેલી ગરીબ રથ એક્સપ્રેસનું ભાડું વધારવા જઈ રહી છે. તમને જણાવીએ કે હમણાં સુધી ગરીબ રથના ભાડામાં બેડરોલ ખર્ચ સમાવેશ થતો ન હતો પણ હવે ભાડામાં બેડરોલના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવશે. એટલું જ નહીં, છેલ્લા એક દાયકાથી રેલવેએ બેડરોલના ભાડામાં વધારો કર્યો નથી, જેને વધારીને ગરીબ રથના ટિકિટ ભાડામાં સમાવેશ કરવામાં આવશે.

6 મહિના પછી વધશે ભાડા

6 મહિના પછી વધશે ભાડા

રેલવે હવે સીએજી નોટના આધારે ગરીબ રથના ભાડાની સમીક્ષા કરશે અને તે ભાડા વધારવા માટે 6 મહિનાનો સમય લાગી શકે છે. ગરીબ રથ ઉપરાંત અન્ય ટ્રેનોના ભાડા પણ વધારી શકે છે, કારણ કે આ ટ્રેનોમાં 12 વર્ષથી બેડરોલના ભાવમાં કોઈ વધારો થયો નથી. આ સમય દરમિયાન બેડરોલની જાળવણીની માટેની કિંમત ઘણી વધી ગઈ છે.

રેલવે ભાડાંમાં શા માટે વધારો કરી રહી છે

રેલવે ભાડાંમાં શા માટે વધારો કરી રહી છે

ભારતીય રેલવેના વતી, આ નિર્ણય સીએજી કંટ્રોલર અને ઓડિટર જનરલની ઓફિસની નોંધ આવ્યા બાદ લેવામાં આવ્યો છે. સૂત્રોની માનો તો નોંધમાં પૂછવામાં આવ્યું કે ગરીબ રથના ભાડાની સમીક્ષા કેમ નથી કરવામાં આવી એની સાથે નોંધમાં બેડરોલ માટે લાગતા ખર્ચને પણ ભાડામાં સમાવેશ કરવાની સિફારિશ કરવામાં આવી છે

રેલવે ભાડાંમાં શા માટે વધારો કરી રહી છે

રેલવે ભાડાંમાં શા માટે વધારો કરી રહી છે

ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન 2006 માં શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ તેના ભાડાની સમીક્ષા કરવામાં આવી નથી.

English summary
Garib Rath Train Ticket Price Will Be Hike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X