For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિકાસની ગતિ ધીમી પડી, 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP

વિકાસની ગતિ ધીમી પડી, 6 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો GDP

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સરકાર તરફથી બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે પહેલેથી જ આ વાતની આશંકા હતી કે બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા 5 ટકાથી નીચે રહેશે, અને એવું જ થયું. સરકારે જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ બીજા ક્વાર્ટરમાં વિકાસ દર 4.5 ટકા રહ્યો છે, જે પાછલા 6 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર છે. જણાવી દઈએ કે પાછલા વર્ષે દેશનો વિકાસ દર 7 ટકા હતો. અગાઉ ગુરુવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે દેશમાં કોઈપણ પ્રકારની મોંઘવારી નહોતી અને આગળ પણ નહિ હોય.

gdp

પાછલા ક્વાર્ટરની વાત કરીએ તો વિકાસ દર 5 ટકા હતો. સતત પાંચમા ક્વાર્ટરમાં આ ઘટ્યો છે. આંકડાઓ જાહેર કરતા પહેલા સરકાર તરફથી કહેવામાં આવ્યું કે પાયાના 8 સેક્ટરના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં આ 5.8 ટકા રહ્યો છે. સરકારના આંકડા દર્શાવે છે કે દેશની અર્થવ્યવસ્થાના સંકટના જમાનામાંથી પસાર થઈ રહ્યું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારે વરસાદના કારણે દેશના કેટલાય ભાગમાં પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. માનવામાં આી રહ્યું છે કે આ કારણે જ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજીના ભાવમાં વધારાના કારણે ખાદ્ય મોંઘવારી દરમાં વધારો થયો છે.

દેશના આર્થિક વિકાસને લઈ કેન્દ્ર સરકાર તરફથી મહત્વના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આંકડાઓમાં કહેવામાં આવ્યું કે ઓક્ટોબર મહિનામાં 8 પાયાના ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ 8 પાયાના ઉદ્યોગોમાં ઉત્પાદન ઓક્ટોબરમાં મહિનામાં 5.8 ટકા રહ્યું છે. જ્યારે સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો આમાં 5.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જણાવી દઈએ કે આ તમામ 8 બુનિયાદી સેક્ટર કોલસો, ક્રૂડ ઓઈલ, પ્રાકૃતિક ગેસ, રિફાઈનરી ઉત્પાદન, સીમેંટ, સ્ટીલ અને વિજળી છે.

નવેમ્બરની 29 તારીખે જ કેમ મનાવવામાં આવે છે બ્લેક ફ્રાઇડે? જાણો કારણનવેમ્બરની 29 તારીખે જ કેમ મનાવવામાં આવે છે બ્લેક ફ્રાઇડે? જાણો કારણ

English summary
GDP growth down by 4.5 percent in september quarter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X