Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

GoAirની ટિકીટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ, લૉએસ્ટ ભાડું રૂપિયા 1469

નવી દિલ્હી, 22 ડિસેમ્બર : ભારતીય એરલાઇન માર્કેટમાં નવી એરલાઇન શરુ થવાને કારણે વધનારી સ્પર્ધામાં ટકી રહેવા માટે પ્રયાસો શરૂ થઇ ગયા છે. દેશની લો કોસ્ટ એરલાઇન ગો એર દ્વારા પાંચ દિવસ માટે સસ્તા દરે ટિકિટ્સનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાડિયા જૂથની બજેટ એરલાઇન ગોએર દ્વારા રવિવારે 17 લાખ જેટલી સીટ સસ્‍તા દરે વેચાણમાં મુકી છે. તેણે રવિવારથી શરૂ થયેલા પાંચ દિવસના બુકિંગ ફેસ્ટિવલમાં જાન્‍યુઆરીથી માર્ચ કવાર્ટર માટે રૂપિયા 1469સુધીનું નીચું ભાડું ઓફર કર્યુ છે.

goair-1

આ ઓફર ગોએરના નેટવર્ક પર 1 જાન્‍યુઆરીથી 31 માર્ચ વચ્‍ચે મુસાફરી કરનારા ગ્રાહકો માટે ઉપલબ્‍ધ રહેશે. કંપનીના ચીફ એકિઝકયુટિવ જિયોર્જિયો ડી રોનીએ જણાવ્‍યું હતું કે આ ઓફર 21 થી 25 ડિસેમ્‍બર વચ્‍ચેના બુકીંગ માટે જ હશે. જાન્‍યુઆરીથી માર્ચ કવાર્ટર પરંપરાગત રીતે નબળું હોય છે આ ભાડા ઓફર કરવાનો હેતુ આ સમયગાળા દરમિયાન પોષઇ શકે તેવા ભાવે હવાઇ મુસાફરોનો છે.

તેમણે આગળ જણાવ્યું કે નીચા ટિકીટ દરના લીધે ભાવયુધ્‍ધના મંડાણ નહીં થાય. આ કંઇ નીચા ભાવની કે સસ્‍તા ભાવની ઓફર નથી, પરંતુ આ નબળા સમય ગાળામાં હવાઇ મુસાફરીને વધારે પોષણક્ષમ અને આકર્ષક બનાવવાની છે. ગોએર પોસાય તેવા સસ્‍તા ભાડા માટે પ્રતિબધ્‍ધ છે, જેના દ્વારા અમને ટકાઉ પરિણામ આપવાની છુટ મળે છે અમે ત્‍યારે જ વિકસી શકીએ જયારે અમે નફાકારક રહીને અમારૂં નેટવર્ક તથા વિમાનોનો કાફલો વિકસાવી શકીએ.

એરલાઇન તેની ભાવ વ્‍યુહરચનાને લઇને સકારાત્મક અભિગમ અપનાવવા ઇચ્‍છે છે. મુંબઇ સ્‍થિત એરલાઇન 19 એરબસ એ 320 ના કાફલા સાથે દેશમાં 22 સ્‍થળોએ તેની ઉડાન ભરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X