For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધનતેરસે સોનુ રૂપિયા 33000ને પાર થઇ જશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 ઓક્ટોબર : આ દિવાળીમાં સોનાની ચમક જોવા માટે તમારે તૈયાર રહેવા નિષ્ણાતોએ જણાવ્યું છે. સોનાના માર્કેટના વિશ્લેષકોનું માનવું છે કે આ ધનતેરસ સુધી સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ રૂપિયા 33,000 સુધી પહોંચી જવાની સંભાવના છે. સોનાની કિંમતોમાં આ ભાવ વધારો તહેવારોના કારણે આવશે એમ કહેવામાં આવ્યું છે.

છેલ્લા ઘણા સમયથી સરકાર સોનાની આયાત ઘટાડવાના પ્રયાસોનું પરિણામ છે કે સોનાના સ્ટોકમાં ઘટાડો થયો છે. ભારત સોનાની દુનિયાનું સૌથી મોટું ખરીદદાર છે. તે સૌથી વધારે આયાત કરે છે. આ કારણે સરકારનું બજેટ નુકસાનમાં જઇ રહ્યું હતું. આ કારણે સરકારની બજેટ ખાધ સતત વધી રહી હતી.

gold-coin-bar

વર્તમાન સમયમાં સરકારની ખાધ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. તેને રોકવા માટે સરકારે કાયદા બનાવ્યા છે. જેના કારણે સરકારની આવક પણ ઘટી છે. પાછલા ત્રિમાસિક ગાળામાં સોનાની આયાત ઘટીને માત્ર 59 ટન જ કરવામાં આવી હતી. જ્યારે તે પહેલાના ત્રિમાસિક ગાળામાં તે 335 ટન હતું. આયાતમાં થયેલા ભારે ઘટાડાને કારણે અત્યારે સ્ટોકની કમી છે.

કારોબારીઓનું માનવું છે કે સોનાના સ્ટોકમાં ઘટાડાને કારણે તે વધારે ઉપર જશે. બુલિયન મર્ચન્ટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રીકૃષ્ણ ગોયલ ચાંદીવાળાએ જણાવ્યું કે સોનાના સ્ટોકમાં ઘટાડાને કારણે તેની કિંમતો વધી છે. વર્તમાન સમયમાં એમસીએક્સની કિંમતો કરતા સોનાની કિંમતો પ્રતિ 10 ગ્રામ 1500 રૂપિયા કરતા વધારે છે.

સોનાના સ્ટોકની કમી હોવાને કારણે કિંમતો વધારે ઉપર જઇ શકે એમ છે. તે પ્રતિ 10 ગ્રામ રૂપિયા 33000ની પાર જઇ શકે એમ છે.

English summary
Gold may cross Rs 33000 level on Dhanteras?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X