Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gold Rate: સેન્સેક્સ 60000ને પાર થતા જ સોનુ ધડામ, ચાંદીની ચમક થઈ ફીકી

સેન્સેક્સ 60 હજારને પાર થતાં જ સોના-ચાંદીની ચમક ફીકી પડી ગઈ છે.

નવી દિલ્લીઃ શેર બજાર આજે ચમકી ઉઠ્યુ છે અને સેન્સેક્સ પહેલી વાર 60000ને પાર પહોંચી ગયો છે. સેન્સેક્સ 60 હજારને પાર થતાં જ સોના-ચાંદીની ચમક ફીકી પડી ગઈ છે. જો આંકડાઓ પર નજર નાખીએ તો ગયા એક વર્ષમાં જ્યાં સેન્સેક્સે ઉડાન ભરી ત્યાં સોનાની ચમક ફીકી પડી ગઈ. ગયા વર્ષના મુકાબલે આ વર્ષે સોનાની કિંમતની સરખામણી કરીએ તો 24 સપ્ટેમ્બર, 2020એ શેર બજાર 36,495.98 પર હતુ. વળી, સોનાની કિંમત ઉચ્ચતમ સ્તરના લગભગ 50327રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયુ હતુ.

gold

હવે જો આજે એક વર્ષ બાદ સોનાની કિંમત અને શેર બજાર વચ્ચેનુ તુલનાત્મક અધ્યયન કરીએ તો 24 સપ્ટેમ્બર, 2021ના રોજ સેન્સેક્સ 60 હજારને પાર થઈ ગયુ છે. સેન્સેક્સ જબરદસ્ત ઉછાળો આવી ચૂક્યો છે. ગયા એક વર્ષમાં સેન્સેક્સ જ્યાં લગભગ 65 ટકા સુધી ચડ્યુ છે ત્યાં સોનાની કિંમત આજે 24 સપ્ટેમ્બરે 46600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે.

એટલે કે સેન્સેક્સમાં તેજી સાથે જ સોનામાં ઘટાડો થઈ રહ્યો છે. સોનુ પોતાના ઉચ્ચતમ મૂલ્યથી 10000 રૂપિયા સુધી ઘટી ચૂક્યુ છે. બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘરેલુ શેર બજારમાં તેજી પાછી આવી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે વધી રહ્યા છે. જેના કારણે રોકાણકારોનુ આકર્ષણ શેર બજાર તરફ વધી રહ્યુ છે. શેર બજારમાં તેજી સાથે સોનામાં વેચવાળી વધી રહી છે જેના કારણે સોનામાં ઘટાડો જોવા મળ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X