For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાક-અમેરિકાના ઝઘડાની વચ્ચે આ દેશમાં સોનાની કિંમત 70 હજારને પાર પહોંચી

ઈરાક-અમેરિકાના ઝઘડાની વચ્ચે આ દેશમાં સોનાની કિંમત 70 હજારને પાર પહોંચી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકા અને ઈરાનની વચ્ચે પાછલા કેટલાક દિવસોથી તણાવ નવી સીમા પર પહોંચી ગઈ છે. અમેરિકાએ એક એર સ્ટ્રાઈકમાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનને ઠાર માર્યો. જે બાદ ઈરાની સુપ્રીમ લીડર અયોતલ્લા ખેમનેઈ તરફથી અમેરિકાથી બદલો લેવાની વાત કહી હતી. અમેરિકા અને ઈરાન વચ્ચે ગંભીર અને તણાવપૂર્ણ સંબંધની અસર સોનાની કિંમતોમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2013 બાદ સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને વિશેષજ્ઞ આ બંને દેશો વચ્ચે ચાલી રહેલ સંબંધોના પરિણામ તરીકે જોઈ રહ્યા છે.

6 વર્ષ બાદ સોનું આસમાને પહોંચ્યું

6 વર્ષ બાદ સોનું આસમાને પહોંચ્યું

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે મિડલ ઈસ્ટમાં તણાવને પગલે સોનાની કિંમત પોતાના છ વર્ષના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. એપ્રિલ 2013 બાદથી સોનાની કિંમતોમાં રવિવારે વધારો થયો. સિંગાપુરમાં એક ઔંસ સોનાની કિંમતમાં 2.3 ટકાના દરે વધારો થયો. રવિવારે સિંગાપુરમાં એક ઔંસ સોનાના ભાવ 1588.13 ડૉલર એટલે કે 71000 રૂપિયાની ઉંચાઈએ પહોંચી ગયો છે. ચાંદી અને પ્લેટિનમની કિંમતોમાં પણ ભાવ વધારો જોવા મળ્યો છે. ટ્રમ્પ મુજબ તેમણે જે કંઈપણ કર્યું છે તેનો ઉદ્દેશ્ય વૉરની શરૂઆત કરવાનો નહોતો અને ઈરાનના શાસનમાં અમેરિકા કંઈ બદલાવ પણ ઈચ્છતું નથી. બગદાદ એર સ્ટ્રાઈકના આગલા દિવસે ખેમનેઈએ ટ્વીટ કરી કહ્યું હતું, ઈરાન આનો મોટો બદલો લેવા જઈ રહ્યું છે. ટ્રમ્પ મુજબ ઈરાને અમેરિકી નાગરિકોને કંઈ કર્યું તો પછી તેના 52 ઠેકાણા પર હુમલો કરવામાં આવશે.

ઈરાનના સૌથી તાકાતવર શખ્સને ટાર્ગેટ કર્યો

ઈરાનના સૌથી તાકાતવર શખ્સને ટાર્ગેટ કર્યો

ઈરાનની સરકારે સ્પષ્ટ કરી દીધું કે તે પરમાણુ ડીલને માનવા માટે હવે બાધ્ય નથી. ઈરાકની સંસદમાં અમેરિકી સેનાઓને દેશથી બહાર કાઢવા માટે વોટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી અમેરિકી સાંસદોને જણાવવામાં આવ્યું કે જો ઈરાને કોઈપણ પ્રકારે અમેરિકનોને નિશાન બનાવ્યા તો પછી તેઓ તગડો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર છે. કાસિમ સુલેમાની, ઈરાનમાં બીજા સૌથી તાકાતવર માણસ હતા. તેમને સુપ્રીમ લીડર અયોતલ્લા ખેમનેઈ બાદ પાવરફુલ ગણાવવામાં આવતા હતા.

વર્ષ 2020ની શરૂઆતથી જ સોનામાં તેજી

વર્ષ 2020ની શરૂઆતથી જ સોનામાં તેજી

સોનાના ભાવ વર્ષ 2020ની શરૂઆતથી જ આસમાને પહોંચ્યા છે. એક દશકામાં આ રેટ સૌથી વધુ ઉચાઈ પર પહોંચ્યા છે. ઈરાન સિવાય જૉલરની ગગડતી કિંમત, રીયલ એસ્ટેટમાં મંદી અને ટ્રેડ વૉરની અસર પણ આમાં જોવા મળી છે. સુલેમાની પર થયેલ હુમલા બાદ આ હાલાતોમાં હજી વધારો થનાર છે અને માનવામાં આવી રહ્યું છે કે રોકાણકારોના હિત પ્રબાવિત થશે. સિડની સ્થિત સીનિયર રિસોર્સ એનાલિસ્ટ ગેવિન વેંડ્સે જણાવ્યું કે હાલ તો સોનું પોતાના સૌથી મજબૂત સ્તર પર પહોંચી ગયું છે.

ટ્રેડ વોરના કારણે કીંમતોમાં તેજી જોવા મળી

ટ્રેડ વોરના કારણે કીંમતોમાં તેજી જોવા મળી

તેમણે કહ્યું કે અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વૉરના કારણે અનિશ્ચિતતાને જોઈએ છીઅને ઈરાન સાથે સુરક્ષાના મામલે નજર દોડાવીએ તો તમે જુઓ છો કે સોનાની કિંમતો કોઈ પણ તર્ક વિના વધતી જઈ રહી છે. અમેરિકી એક્શન બાદ બંને તરફથી પ્રતિક્રિયાત્મક કાર્યવાહીની ચિંતા બજારને સતાવી રહી છે. આ કારણે બજારનો માહોલ બગડ્યો છે. એક્સી ટ્રેડર સાથે ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ સ્ટીફન ઈનનેસે જણાવ્યું કે કઈ બાજુથી કેવો જવાબ આપવામાં આવશે તે કોઈ નથી જાણતું.

BSNLનો નવો પ્લાન, 96 રૂપિયામાં મળશે આટલું બધુંBSNLનો નવો પ્લાન, 96 રૂપિયામાં મળશે આટલું બધું

English summary
In the midst of the Iraq-US conflict, the gold price in this country has reached 70 thousand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X