Gold Price Today : બજેટ પહેલા સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ, જાણો આજના ભાવ
નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજુ કરે તે પહેલા સોનાના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે.
સરકાર બજેટમાં ટેક્સ સ્ટ્રક્ચરમાં ઘણા ફેરફાર કરે છે. આજે બજેટ પહેલા સોનાના ભાવમાં વધારો થયો છે.

ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર, આજે સોનાનો ભાવ 62715 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે ખુલ્યો છે. જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 62610 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો. આજે સોનું 105 રૂપિયા પ્રતિ દસ ગ્રામના વધારા સાથે ખુલ્યું છે.
આજે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 737 રૂપિયા સસ્તું વેચાઈ રહ્યું છે. 28 ડિસેમ્બર 2023ના રોજ સોનું ઓલ ટઈમ હાઈ હતું. તે દિવસે સોનું 63452 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.
આજે ચાંદીનો ભાવ 71630 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદી 71742 રૂપિયા પ્રતિ કિલોગ્રામના દરે બંધ થઈ હતી. આમ આજે ચાંદીનો ભાવ 112 પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલ્યો છે.
ચાંદી તેની ઓલટાઇમ હાઈ 5304 રૂપિયાની નીચે કારોબાર કરી રહી છે. 30 નવેમ્બર 2023ના રોજ ચાંદીએ 76934ની સર્વકાલીન હાઈ સપાટી બનાવી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે બપોરે 12 વાગ્યાથી સોનું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે. 5 ફેબ્રુઆરી 2024 ના ભાવિ વેપારમાં સોનું 67.00 ના વધારા સાથે 62,699.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે 5 માર્ચ 2024 ના રોજ ચાંદીનો ભાવિ વેપાર 122.00 ના ઘટાડા સાથે 72,220.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
