Gold Rate Today: સોનુ આજે ફરીથી થયુ મોંઘુ, જાણો તમારા શહેરમાં 22 કેરેટનો ગોલ્ડ રેટ શું છે?
Gold Rate Today: ઓગસ્ટ મહિનાના બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે (2જી ઓગસ્ટ) સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. 1 ઓગસ્ટે સોનું પણ મોંઘુ થયું હતું. જો કે, બજેટ 2024ની રજૂઆત બાદથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ આજે સોનું મોંઘું દેખાઈ રહ્યું છે.
દેશના લગભગ તમામ શહેરોમાં સોનાની છૂટક કિંમત 70 હજાર રૂપિયાની આસપાસ છે. મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. જ્યારે એક કિલો ચાંદી 87,200 રૂપિયા છે.

દિલ્હી ગોલ્ડ રેટઃ આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70 હજાર 520 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 64,660 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ ગોલ્ડ રેટ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 70,370 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 64,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા ગોલ્ડ રેટ: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 64,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચેન્નાઈ ગોલ્ડ રેટ: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 64,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ ગોલ્ડ રેટ: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 64,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 70,420 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.












Click it and Unblock the Notifications
