For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Price Today : સોનાના ભાવમાં થઇ રહ્યો રેકોર્ડ બ્રેક વધારો, આગામી સપ્તાહમાં ભાવ વધશે કે ઘટશે?

કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે ચીનમાં કોવિડના વધતા કેસ, યુએસ ફેડની ટિપ્પણી બાદ વૈશ્વિક આર્થિક મંદીનો ડર અને ડોલરનો નબળો દર સોનાના દરને ઊંચો લઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

Gold Price Today : ડિસેમ્બરમાં અમેરિકામાં નોકરી દરમાં વૃદ્ધિ ધીમી રહેવાને કારણે સોનાની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. 2022માં સોનામાં 14.30 ટકાની વૃદ્ધિ થઇ છે. આ સાથે સોનાની કિંમતમાં સતત દસ અઠવાડિયાથી વધારો થઇ રહ્યો છે.

ગત સપ્તાહમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરી 2023ના ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં સાપ્તાહિક 1.38 ટકાનો વધારો નોંધાયો હતો. સોનું રૂપિયા 55,730 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ગત સપ્તાહે સોનાની કિંમત લગભગ 2.36 ટકા વધીને 1,865 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.

શા માટે વધ્યા સોનાના ભાવ

શા માટે વધ્યા સોનાના ભાવ

કોમોડિટી માર્કેટના નિષ્ણાતોના મતે ચીનમાં કોવિડના વધતા કેસ, યુએસ ફેડની ટિપ્પણી બાદ વૈશ્વિક આર્થિક મંદીનો ડર અને ડોલરનોનબળો દર સોનાના દરને ઊંચો લઈ રહ્યા છે.

યુએસ ડોલર મુખ્ય વૈશ્વિક ચલણો સામે પુનઃપ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે. કારણ કે, યુએસ જોબ વૃદ્ધિ ધીમી પડી છે. તેથી મંદીના ભયવચ્ચે યુએસ ફેડના વ્યાજ દરમાં વધારો કદાચ વધુ અસર નહીં કરે.

આગામી સપ્તાહમાં રોકાણકારો માટે સોનું 'હેવન' તરીકે ઉભરી શકે છે.તેથી સોનાના ભાવમાં કોઈપણ ઘટાડાને રોકાણકારોએ ખરીદીની તક તરીકે જોવી જોઈએ.

સોનાનું સપોર્ટ લેવલ શું છે

સોનાનું સપોર્ટ લેવલ શું છે

બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, સોનાને 54,700ના સ્તરની નજીક મજબૂત સપોર્ટ મળ્યો છે. તે લગભગ 55,200 થી 55,000 સ્તરનીઆસપાસ સ્થિર થવું જોઈએ.

સોનાના ભાવ નવા ઉંચાઇને આંબી શકે છે. તે આગામી સપ્તાહમાં એકથી બે સત્રો માટે 54,500ની ઉપરનીસપાટી જાળવી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાને 1,820 ડોલરના સ્તરની નજીક મજબૂત સપોર્ટ મળ્યો હતો. તે 1,890 ડોલરથી 1,910 ડોલર સુધીની હોય શકે છે.

સોનાના ભાવમાં વધારો થવાનું કારણ

સોનાના ભાવમાં વધારો થવાનું કારણ

સોનાના ભાવમાં વધારાના કારણો વિશે વાત કરતા, મુંબઈમાં સોનાના જથ્થાબંધ વેપારી રજનીશ સાહુકર જણાવે છે કે, સોનાની માંગનેસમર્થન આપતા નોંધપાત્ર પરિબળોમાં ચીનમાં કોવિડના કેસોમાં અભૂતપૂર્વ વધારો, ડોલર ઈન્ડેક્સ ટ્રેડમાં ઘટાડો અને વૈશ્વિક સ્તરે ચિંતાઓછે. વૃદ્ધિની વધતી જતી અનિશ્ચિતતા છે.

નિરાશાજનક યુએસ જોબ ડેટા

નિરાશાજનક યુએસ જોબ ડેટા

ડિસેમ્બરમાં યુએસ જોબ ગ્રોથ ધીમો પડ્યો છે. જે બાદ વેપારીઓ અપેક્ષા રાખે છે કે, ફેડ તેના આક્રમક કડક વલણ પર પુનર્વિચાર કરશે.

યુએસ અર્થતંત્રમાં ડિસેમ્બરમાં 2,23,000 નોકરીઓનો ઉમેરો થયો છે, જે નવેમ્બરની નોકરીઓ કરતાં ઓછો છે, પરંતુ તે બજારની અપેક્ષાકરતાં વધુ સારી છે.

વેતન વૃદ્ધિ 5 ટકાના અનુમાનની સરખામણીએ વાર્ષિક ધોરણે ઘટીને 4.6 ટકા થઈ છે, જે દર્શાવે છે કે, યુએસમાં ફુગાવોટૂંક સમયમાં ટોચ પર આવી શકે છે.

ટ્રિગર પોઈન્ટ શું છે

ટ્રિગર પોઈન્ટ શું છે

ભાવ મુજબ સોનું રૂપિયા 56,191 પ્રતિ 10 ગ્રામના પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. આગામી દિવસોમાં કિંમતી ધાતુ રૂપિયા 54,500 પ્રતિ 10ગ્રામની નજીક સપોર્ટ લે તેવી શક્યતા છે. સોનાનો દર મોટાભાગે યુએસ સીપીઆઈ ડેટા અને ડોલર ઈન્ડેક્સના વલણ દ્વારા નક્કી કરવામાંઆવશે.

આ સપ્તાહે સોનાની કિંમતનો અંદાજ

આ સપ્તાહે સોનાની કિંમતનો અંદાજ

જો આગામી એકથી બે સત્રમાં સોનાના ભાવ 54,500ના સ્તરની ઉપર જળવાઈ રહે, તો અમે સ્થાનિક બજારોમાં સોનાના ભાવ નવીઊંચાઈએ પહોંચવાની અપેક્ષા રાખી શકીએ છીએ.

ભારતમાં લગ્નની સિઝન શરૂ થતાં સ્થાનિક બજારમાં સોનાની માંગમાં તીવ્ર વધારાનીઆશા રાખવામાં આવે છે, જે ભારતીય બુલિયન માર્કેટમાં માંગ-પુરવઠામાં તફાવત તરફ દોરી શકે છે.

આ રીતે જાણો લેટેસ્ટ રેટ

આ રીતે જાણો લેટેસ્ટ રેટ

જો તમે પણ સોના અને ચાંદીના રોજના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ તો તમે ઘરે બેઠા આ માહિતી મેળવી શકો છો. આ માટે તમારેમોબાઈલ નંબર પરથી 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તરત જ, તમને મોબાઇલ ફોન પર એક SMSમળશે, જેમાં દેશમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ વિશે માહિતી આપવામાં આવશે.

સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો

સોનું ખરીદતી વખતે આ 3 નંબર અવશ્ય ચેક કરો

સોનું ખરીદતી વખતે લોકો માટે સોનાની શુદ્ધતા સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમને સોનાની શુદ્ધતા અંગે કોઈ પ્રશ્ન હોય તો ખરીદતી વખતેકેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

24 કેરેટ શુદ્ધતાના સોના પર 999 લખેલું છે. બીજી તરફ 23 કેરેટ સોના પર 995 અને 22 કેરેટપર 916 લખેલું છે. જ્યારે 18 કેરેટ સોના પર 750 લખેલું છે.

English summary
Gold Price Today : The record breaking increase in gold price, will gold price increase or decrease in the next week?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X