Gold Rate Today: એક અઠવાડિયામાં સોનું ₹1690 મોંઘુ થયું, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today (10 August 2025): સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે ગઈકાલની સરખામણીમાં આજે સોનાનો ભાવ સહેજ ઘટ્યો છે. એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાનો ભાવ 1690 રૂપિયા વધ્યો છે. રાજધાની દિલ્હીમાં ભાવ હવે પ્રતિ 10 ગ્રામ 1,03,190 રૂપિયા થઈ ગયો છે. 22 કેરેટ સોનાની વાત કરીએ તો, એક અઠવાડિયામાં 1550 રૂપિયા મોંઘુ થયું છે. તાજેતરમાં જ એવું સામે આવ્યું છે કે દેશમાં છેલ્લા 6 વર્ષમાં સોનાના ભાવમાં 200 ટકાનો વધારો થયો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

સોનાનો શું છે ભાવ ?
Gold Price Today: દિલ્હીમાં 10 કેરેટ સોનાનો ભાવ એ તમામ રેકોર્ડ તોડી નાખ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,03,190 રૂપિયા પર પહોંચી ગયો છે. 22 કેરેટનો ભાવ 94,600 રૂપિયા પર છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 94,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,040 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,03,090 રૂપિયા છે.
ચાંદીનો શું છે ભાવ ?
Silver Price Today: અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 10 ઓગસ્ટના રોજ ચાંદીના ભાવમાં પણ 100 રુપિયાનો વધારો નોંધાયો છે. આજે ચાંદી 1,17,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
Gold Price in India: દેશના અલગ-અલગ શહેરોમાં કેટલો છે 10 ઓગસ્ટ, 2025ના રોજ સોનાનો ભાવ?
🔹દિલ્હી ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹જયપુર ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹અમદાવાદ ₹94,500 (22kt) ₹1,03,090 (24kt)
🔹પટના ₹94,010 (22kt) ₹1,02,560 (24kt)
🔹મુંબઈ ₹94,450 (22kt) ₹1,03,040 (24kt)
🔹હૈદરાબાદ ₹94,450 (22kt) ₹1,03,040 (24kt)
🔹ચેન્નાઈ ₹94,450 (22kt) ₹1,03,040 (24kt)
🔹બેંગલુરુ ₹94,450 (22kt) ₹1,03,040 (24kt)
🔹કોલકાતા ₹94,450 (22kt) ₹1,03,040 (24kt)
🔹નોઇડા ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹ગાઝિયાબાદ ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹લખનૌ ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹ચંદીગઢ ₹94,600 (22kt) ₹1,03,190 (24kt)
🔹ભોપાલ ₹94,500 (22kt) ₹1,03,090 (24kt)
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
