For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોનાના ભાવ નીચે જતાં ઘરેણાઓનું વેચાણ વધ્યું

|
Google Oneindia Gujarati News

gold jwellery
નવી દિલ્હી, 29 એપ્રિલ: સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડાના પગલે જ્વેલરી માર્કેટમાં રોનક આવી છે. ઝવેરીઓનું કહેવું છે કે ભાવ ઓછા હોવાના કારણે ગયા અઠવાડિયે ઘરેણાઓનું વેચાણ 2-3 ઘણું વધી ગયું છે.

સોનાના ભાવમાં છેલ્લા 8-10 દિવસોમાં જે ભારે ઘટાડો નોંધાયો છે તેને પગલે આ દિવસોમાં દેશભરમાં ઝવેરીઓને ત્યાં ખરીદદારોની ભીડ ઉમડી પડી છે. ગયા વર્ષના લાઇફ ટાઇમ હાઇથી આ વર્ષે સોનાના ભાવમાં 5000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો આવ્યો હતો અને જેના પગલે અઠવાડિયામાં વેચાણમાં 2થી3 ઘણો વધારો થયો છે.

સોનાના ભાવ ઓછો થવાથી માત્ર ભારતીય બજારમાં જ ખરીદદારી નથી વધી, પરંતુ આખી દુનિયામાં સોનાની માંગમાં અચાનક વધારો થયો છે. ચીન, હોંગકોંગ અને તુર્કી જેવા દેશોએ આંતરરાષ્ટ્રીય બેંક પાસેથી છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 60 ટન સોનું ખરીદી લીધું છે. આની સાથે આંતરરાષ્ટ્રીય બેંકોએ સોના પર પ્રતિઅંશ પર 10થી 15 ડોલરનું પ્રીમિયમ લેવાનું શરૂ કરી દીધું છે. આ પ્રીમિયમ અનુસાર ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામ 300 રૂપિયા મોંઘુ વેચાઇ રહ્યું છે.

બજારના જાણકારોનું માનીએ તો ભારતીય ગ્રાહક આંતરરાષ્ટ્રીય બજારની તુલનાએ ઓછામાં ઓછું 10 ટકા વધારે કીંમત આપી રહ્યો છે, કારણ કે ઘરેલું ભાવમાં 6 ટકાની કસ્ટમ ડ્યૂટી અને લગભગ 1.5 ટકાનું પ્રીમિયમનો સમાવેશ થાય છે. એટલે કે સોનાનું સસ્તું થવાનો ફાયદો ભારતીય ગ્રાહકોને નથી મળી રહ્યો.

English summary
Gold rate gone down, jewellery selling come up in last week.
 
 gold, silver, jewellery, india, bullion market, સોનું,ચાંદી, જ્વેલરી, ઝવેરી, ઘરેણા
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X