For Quick Alerts
For Daily Alerts

સોનામાં રૂ. 170નો સુધારો, ચાંદી રૂ. 500 તૂટી
નવી દિલ્હી, 1 ઑક્ટોબર : છેલ્લા ચાર દિવસથી સોનામાં જોવા મળેલી મંદી બાદ આજે સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. આજે સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 170 વધીને રૂ. 31,750ના સ્તરે પહોંચ્યા હતા.
બજારના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં આવનારી લગ્નની મૌસમને ધ્યાનમાં રાખીને નીચલા સ્તરે ખરીદી વધતા સોનાની માંગ વધી છે. જેના કારણે સોનામાં તેજી જોવા મળી છે.
આજે ઔદ્યોગિક એકમો અને સિક્કા ઘડનારાઓએ ખરીદી ઘટાડતા ચાંદીની માંગ ઘટી હતી અને તેનો ભાવ પ્રતિ એક કિલો રૂપિયા 500 ઘટીને રૂપિયા 60,500 પર પહોંચ્યો હતો.
બજારમાં વેપારીઓનું માનવું છે કે આવનારા સમય લગ્નની મૌસમથી માત્ર સોનામાં લાભ થશે. જેના કારણે સોનાના ભાવમાં વધારો થશે.
Comments
English summary
Snapping a four-day losing streak, gold today recovered by Rs 170 to Rs 31,750 per 10 grams.
Story first published: Monday, October 1, 2012, 17:05 [IST]