નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : આજે વૈશ્વિક બજારોમાં જોવા મળેલા નબળાં પરિબળોને પગલે માલનો ઉપાડ ઓછો થતાં ભારતના બુલિયન બજારોમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 50નો ઘટાડો નોંધાયો હતો. પરિણામે સોનાએ પ્રતિ 10 ગ્રામની અત્યાર સુઘીની રૂપિયા 32,450ની રૅકોર્ડ સપાટી ગુમાવી હતી.
બીજી તરફ ઔદ્યોગિક એકમો અને ચાંદીના સિક્કાના ઉત્પાદકો તરફથી પણ ખરીદી ઘટતા સોનામાં પ્રતિ કિલો રૂપિયા 300 તૂટી ભાવ રૂપિયા 61,500 બોલાયો હતો.