Gold Silver Price Today : ઘણા દિવસ બાદ સોનાના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ
ઘણા દિવસો બાદ સોનાના ભાવમાં ફરીથી વધારો નોંધાયો છે. જો કે તેમ છત્તા બુલિયન બજારના નિષ્ણાતો સતત કહી રહ્યા છે કે ચાલુ વર્ષે સોનુ સારી આવક કરાવશે.
ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ મુજબ, આજે સોનાનો ભાવ 62390 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો. જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસે તે 61970 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તર પર બંધ થયો હતો.

આમ આજે સોનું 420 રૂપિયા પ્રતિ દસ ગ્રામના વધારા સાથે બંધ થયું. જો કે આજે સવારે સોનાનો ભાવ 62207ના સ્તરે ખૂલ્યો હતો. આ રીતે સોનાનો ભાવ સવારથી સાંજની વચ્ચે 183 રૂપિયાના વધારા સાથે બંધ થયો.
સોનું અત્યારે ઓલ ટાઈમ હાઈ કરતાં 1062 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. 28 ડિસેમ્બર 2023ના રોજ સોનું તેની સર્વકાલીન ઊંચી સપાટીએ હતું. તે દિવસે સોનું 63452 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે હતું.
આજે ચાંદીનો ભાવ 71228 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહ્યો. છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ 70898 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. આમ આજે ચાંદીનો ભાવ 303 પ્રતિ કિલોના વધારા સાથે બંધ રહ્યો.
આજે સવારે ચાંદીનો ભાવ 71073ના સ્તરે ખૂલ્યો હતો. આ રીતે આજે ચાંદીનો ભાવ સવારથી સાંજની વચ્ચે 155 રૂપિયાના ઉછાળા સાથે બંધ રહ્યો.
ચાંદી હજુ પણ 5706ના સર્વકાલીન ઉચ્ચ સ્તરની નીચે ટ્રેડ કરી રહી છે. 30 નવેમ્બર 2023ના રોજ ચાંદીએ 76934ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.












Click it and Unblock the Notifications
