For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઠવાડિયાના પહેલા દિવસે સોના-ચાંદીના રેટમાં ગિરાવટ

અઠવાડિયાના પહેલા દિવસે સોના-ચાંદીના રેટમાં ગિરાવટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સોના-ચાંદીની કિંમતમાં ગિરાવટ યથાવત છે. સોનું ફરી સસ્તું થઈ ગયું છે. અઠવાડિયાના પહેલા દિવસે આજે પણ સોના અને ચાંદીમાં ગિરાવટ જોવા મળી રહી છે. દેશભરના સોની બજારમાં આજે 24 કેરેટ સોનું 107 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થઈ 49739 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે ચાંદીના રેટમાં આજે 205 રૂપિયાની ગિરાવટ નોંધાઈ છે. ચાંદી 57272 પર આવી ગઈ છે.

સોનું ઑલ ટાઈમ હાઈથી 6515 રૂપિયા સસ્તું

સોનું ઑલ ટાઈમ હાઈથી 6515 રૂપિયા સસ્તું

પાછલા અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ભારે ગિરાવટ જોવા મળી છે. આ કેટલાય મહિનાની સૌથી મોટી સાપ્તાહિક ગિરાવટ છે. જ્યારે સપ્ટેમ્બરમાં સોનું અત્યાર સુધી 507 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ટૂટી ચૂક્યું છે. આ દરમ્યાન ચાંદી 8662 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ચૂકી છે. જ્યારે સોનું પોતાના ઑલ ટાઈમ હાઈથી અત્યાર સુધીમાં 6515 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદી સાત ઓગસ્ટના પોતાના ઉચ્ચ શિખરથી 18736 રૂપિયા સસ્તી થઈ છે. 7 ઓગસ્ટે સોની બજારમા સોનું 56254 પર ખુલ્યું હતું. જે પોતાના સર્વોચ્ચ લેવલે હતું, જ્યારે ચાંદી 76008 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી.

સોના- ચાંદીના હાજર ભાવ આ પ્રકારે

સોના- ચાંદીના હાજર ભાવ આ પ્રકારે

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર જાહેર કરાયેલા રેટ મુજબ આજે 24 કરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 49739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે જ્યારે 23 કેરેટ શુદ્ધતા વાળા સોનાની કિંમત 49540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે, અને 22 કેરેટવાળા સોનાની કિંમત 45561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. 18 કેરેટવાળા સોનાની કિંમત ગગડીને 37304 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે ચાંદી 57257 રૂપિયા પ્રતિ કિલોની સપાટી પર છે.

અનિલ અંબાણી પાસેથી કર્જ વસુલવા માટે 3 ચાઇનિઝ બેંકોએ કસ્યો સકંજોઅનિલ અંબાણી પાસેથી કર્જ વસુલવા માટે 3 ચાઇનિઝ બેંકોએ કસ્યો સકંજો

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ

વૈશ્વિક સ્તરે સોનાના ભાવ

વૈશ્વિક સ્તરે સોનાની કિંમત પર નજર કરીએ તો બ્લૂમબર્ગ મુજબ આ અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ એટલે કે શુક્રવારે સોનું ડિસેમ્બર વાયદાના ભાવ કોમેક્સ પર 0.56 ટકા અથવા 10.60 ડૉલરની ગિરાવટ સાથે 1866.30 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયું. આ ઉપરાંત સોનાના વૈશ્વિક હાજર ભાવ શુક્રવારે 0.35 ટકા અથવા 6.48 ડૉલરની ગિરાવટ સાથે 1861.59 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયા. ચાંદીની વૈશ્વિક કિંમત પણ શુક્રવારે ગિરાવટ સાથે બંધ થઈ હતી. બ્લૂમબર્ગ મુજબ ડિસેમ્બર વાયદાની ચાંદીની વૈશ્વિક કિંમત કોમેક્સ પર શુક્રવારે 0.44 ટકા અથવા 0.10 ડૉલરની ગિરાવટ સાથે 23.09 ડૉલર પ્રતિ ઔંસ પર અને ચાંદીની વૈશ્વિક હાજર કિંમત 1.12 ટકા અથવા 0.26 ડૉલરની ગિરાવટ સાથે 22.89 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થઈ.

English summary
Gold-silver rates fall on the first day of the week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X