પ્રોફિટ બુકિંગના પગલે સોનુ નરમ
છેલ્લા ત્રણ સપ્તાહથી ટોચ તરફ આગેકૂચ કરતા આંતરરાષ્ટ્રીય સોના બજારમાં બુધવારે સ્થિરતા જોવા મળી હતી. નોંધનીય છે કે મંગળવારના કારોબારમાં સોનામાં 1 ટકાનો વધારો નોંધાયો હતો. જેમાં સોનાની આંતરરાષ્ટ્રીય કિંમત પ્રતિ ઔંસના 1,215 ડોલર બોલાઇ હતી.
સોનામાં ગઇ કાલે તેજી જોવા મળી તેનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇક્વિટીમાં જોવા મળેલ મંદી હતી. આ ઉપરાંત ગ્રીસમાં ચૂંટણીઓને પગલે જોવા મળેલી અસ્વસ્થતા પણ જવાબદાર હતી.

ગ્રીસમાં ઉભી થયેલી રાજકીય અસ્થિરતાને પગલે રોકાણકારોને સોનામાં રોકાણ વધારે સુરક્ષિત લાગતા તેમાં રોકાણ કરવાનું હિતાવહ સમજતા સોનાની કિંમતોમાં વધારો થયો હતો.
જેના કારણે ડોલર મજબૂત થવા છતાં સોનામાં મજબૂતી જોવા મળી હતી. આ ઉપરાંત ક્રુડની કિંમતો ઘટતા સોનાની કિંમતો વધી હતી. સટોડિયાઓએ આ ટૂંકી તેજીનો લાભ લીધો હતો.
જ્યારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાની ફેબ્રુઆરી ડિલીવરીનો ભાવ 10 ગ્રામના રૂપિયા 122 ઘટીને રૂપિયા 27,272 બોલાયો હતો.












Click it and Unblock the Notifications
