For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર, પગારમાં થશે આટલો

નવુ વર્ષ શરૂ થવામાં હવે લગભગ એક મહિનો બાકી છે. આવામાં વર્ષ 2023 સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઇને આવી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. લાખો કર્મચારીને વર્ષો જૂની ઇચ્છા પૂરી થવાની જઇ રહે છે.

|
Google Oneindia Gujarati News

નવુ વર્ષ શરૂ થવામાં હવે લગભગ એક મહિનો બાકી છે. આવામાં વર્ષ 2023 સરકારી કર્મચારીઓ માટે ખુશીઓ લઇને આવી રહ્યું હોય તેવું જણાઇ રહ્યું છે. લાખો કર્મચારીને વર્ષો જૂની ઇચ્છા પૂરી થવાની જઇ રહે છે. સુત્રો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, હાલ ફિટમેન્ટ ફેક્ટરની ફાઇલ પર કામ કરવામાં આવી રહ્યું છે. જોકે આ અંગેનો નિર્ણય 2023 અંત સુધી લેવામાં આવશે તેવી આશા છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થવાની ધારણા છે?

ફિટમેન્ટ ફેક્ટરમાં કેટલો વધારો થવાની ધારણા છે?

સપ્ટેમ્બરમાં 4 ટકાના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધીને 38 ટકા થઈ ગયું છે. જાન્યુઆરી અને જુલાઈમાં તેમાં વધુ વધારો કરવામાં આવશે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની લાંબા સમયથી માગ કરી રહ્યા છે.

સૂત્રોનો દાવો છે કે, સરકાર 2023માં લોકસભા ચૂંટણી પહેલા આ મુદ્દાને અંતિમ સ્વરૂપ આપવાનું વિચારી રહી છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર 2.57 ગણા ફિટમેન્ટ ફેક્ટર સાથે 18,000 રૂપિયા છે. તેને વધારીને 3.68 ગણી કરવાની માગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એવા સમાચાર છે કે, સરકાર મધ્યમ જમીન શોધીને ફિટમેન્ટ ફેક્ટરને ત્રણ ગણી કરી શકે છે.

પગારમાં કેટલો વધારો થઇ શકે છે?

પગારમાં કેટલો વધારો થઇ શકે છે?

જો ફિટમેન્ટ ફેક્ટર 3 ગણું હોય તો પણ પગારમાં નોંધપાત્ર વધારો થશે. ઉદાહરણ તરીકે જે કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 18,000 છે, હાલમાં તેનો પગાર 18,000 X 2.57 = રૂપિયા 46,260 છે, પરંતુ જ્યારે ફિટમેન્ટ ફેક્ટર ત્રણ ગણું થાય છે, ત્યારે મૂળ પગાર 21,000 રૂપિયા થશે. આવા સમયે ભથ્થાં સિવાય કુલ પગાર 21000 X 3 એટલે કે 63,000 રૂપિયા હશે.

ઇપીએફ, ગ્રેચ્યુઇટી બેઇઝિક પગાર અને ડીએ સાથે જોડાયેલા છે

ઇપીએફ, ગ્રેચ્યુઇટી બેઇઝિક પગાર અને ડીએ સાથે જોડાયેલા છે

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં ભથ્થાઓ ઉપરાંત અન્ય ભથ્થાઓ પણ છે. પગારમાં પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુટીનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય કર્મચારીઓની EPF અને ગ્રેચ્યુઈટી મૂળભૂત પગાર અને DA સાથે જોડાયેલ છે.

આ જ કારણ છે કે, તેમના EPF અને ગ્રેચ્યુટીની ગણતરી કરવા માટે એક અલગ ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે છે. CTC માંથી ભથ્થાં અને અન્ય કપાત કરવામાં આવે છે.

English summary
Good news for government employees, this will be the salary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X