સ્લીપર અને ACમાં મુસાફરી કરનારાઓ માટે ખુશખબરી !
જયપુર, 5 ફેબ્રુઆરી: જે રેલવેમાં સ્લીપર અને એસી શ્રેણીમાં મુસાફરી કરે છે તેમના માટે એક સારા સમાચાર છે જે તેમને રાહત આપશે કારણ કે હવે રેલવે ભાડાંમાં 10થી 100 રૂપિયા સુધીનો ફાયદો થવાનો છે. જી હા જોકે રેલવેએ નવા ભાડાની યાદીમાં રિઝર્વેશન શ્રેણીઓની ટિકટ પર વિકાસ દર દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આનો સીધો ફાયદો આ શ્રેણીના મુસાફરોને જ મળશે.
આ પહેલાં સામાન્ય શ્રેણીના યાત્રીઓને છોડીને અન્ય બધી શ્રેણીઓમાં વિકાસ દર ટિકિટ સાથે વસૂલવામાં આવે છે. 22 જાન્યુઆરીથી વધારવામાં આવેલા ભાડા પછી રેલવે મંત્રાલય તરફથી રેલવે ઝોનને મોકલવામાં આવેલી યાદીમાં વિકાસ દરની કોલમ હટાવવામાં આવી હતી. વિકાસ દર દૂર કરવાથી સૌથી વધુ ફાયદો પ્રથમ શ્રેણીમાં મુસાફરી કરનારાઓને થશે. આ શ્રેણીની ટિકિટમાં 500 કિ.મી સુધી 50 રૂપિયા અને તેનાથી વધુ અંતર મટે 100 રૂપિયા વિકાસ દર વસૂલવામાં આવે છે.
આ પ્રમાણે માસિક સિઝન અને ત્રિમાસિક સિઝન પાસ પરથી પણ વિકાસ દર દૂર કરવામાં આવ્યો છે. પહેલાં એમએસટી 10 રૂપિયા અને ત્રિમાસિકમાં 30 રૂપિયા વિકાસ દર વસુલવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
