LPG Cylinder Price: રાહતભરી શરુઆત, એલપીજી સિલિન્ડરના ભાવ ઘટ્યા, અહીં ચેક કરો રેટ

મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે કારણ કે આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ...

નવી દિલ્લીઃ મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે કારણ કે આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ વખતે એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.5 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે હવે દેશની રાજધાનીમાં 19 કિલોનુ કોમર્શિયલ સિલિન્ડર 91.5 રૂપિયા સસ્તુ થયુ છે. હવે લોકોને સિલિન્ડર માટે 1885 રૂપિયા ખર્ચવા પડશે જ્યારે પહેલા આ સિલિન્ડર 1976.50 રૂપિયામાં મળતુ હતુ.

5 વાર એલપીજીના ભાવ ઘટ્યા

5 વાર એલપીજીના ભાવ ઘટ્યા

નોંધનીય છે કે મે મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પાંચ વખત ઘટાડો કરવામાં આવ્યો છે. મે મહિનામાં તેની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી હતી. ત્યારે તેની કિંમત 2354 રૂપિયા હતી.

વિપક્ષે સાધ્યુ હતુ કેન્દ્ર સરકાર પર નિશાન

વિપક્ષે સાધ્યુ હતુ કેન્દ્ર સરકાર પર નિશાન

જેના માટે વિપક્ષી પાર્ટીઓએ કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે તેમની ખોટી નીતિઓને કારણે સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં ભાવ લગભગ 5 વખત બદલાઈ ચૂક્યો છે.

આ છે કિંમત

આ છે કિંમત

  • રાજધાની દિલ્લીમાં રૂ. 1885 કિંમત
  • કોલકાતામાં રૂ. 1995.50
  • મુંબઇમાં રૂ. 1844
  • ચેન્નાઇમાં રૂ. 2045

તમને જણાવી દઈએ કે જ્યાં એક તરફ અન્ય કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજે પણ સ્થિર છે. ગુરુવારે પણ તેના ભાવમાં વધારો થયો નથી જેના કારણે લોકોને રાહત મળી છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X