For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટરને પછાડવા ગૂગલે આ NRIને કહ્યું તુસ્સી ગ્રેટ હો, તૌફા કબૂલ કરે..!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 11 એપ્રિલ: ભારતીય મૂળના અમેરિકન નાગરીક નીલ મોહને પોતાની પ્રતિભાના દમ પર આઇટી ક્ષેત્રમાં ધાક જમાવી છે. તેમની આગળ ગૂગલ જેવી કંપનીએઓ પણ ઘુંટણિયે પડે છે. પોતાની કંપનીમાં રોકાવવા માટે ગૂગલે તેમને બોનસના નામે મસમોટી રકમ આપી હતી. 39 વર્ષીય નીલ મોહન ગૂગલ એડવર્ટાઇઝિંગ પ્રોડક્ટના ઉપાધ્યક્ષ છે.

તેમને ગૂગલની પ્રતિદ્વંદ્વી કંપની ટ્વિટરે પ્રોડક્ટ ચીફના પદની ઓફર કરી હતી. પરંતુ નીલ મોહનની આવડતના કારણે ગૂગલ તેમને કોઇપણ કિંમતે પોતાની કંપની સાથે જોડી રાખવા માંગે છે. માટે ગૂગલે નીલ મોહનને 100 મિલિયન ડોલર (લગભગ 544 કરોડ રૂપિયા) બોનસ આપ્યું છે.

આ પહેલાં કંપનીના અધ્યક્ષ ઇરિક શ્મિટ એકલાં એવા વ્યક્તિ હતા, જેમને ગૂગલે નીલ મોહન કરતાં 101 મિલિયન ડોલર આપ્યા હતા. નીલ મોહનના મગજના બળે ગૂગલને આ વર્ષે 7 બિલિયન ડોલર (લગભગ 38108 કરોડ રૂપિયા)ની કમાણીની આશા છે.

નીલ મોહનના મિત્ર અને તેમના સહકર્મીઓનું કહેવું છે કે તેમનામાં ટેક્નોલોજીની સમજણ અને તેમના સાથે જોડાયેલી બિઝનેસ સ્ટ્રેટજીની જબરજસ્ત પકડ છે. નીલ મોહન અને તેમની પત્ની હેમા સરીમ મોહનનું સેન ફ્રાંસિસ્કોમાં એક આલીશાન ઘર છે, જેની કિંમત 5.2 મિલિયન ડોલર છે. આ ઉપરાંત તેમને ગૂગલ કોમ્પલેક્સ પાસે એક માઉન્ટેન વ્યૂ એપાર્ટમેન્ટ ભાડે રાખેલ છે

નીલ મોહન નામનો એક સામાન્ય વિદ્યાર્થી જેને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી 1996માં ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેને ક્યારેય વિચાર્યું પણ નહી હોય કે એક સમયે તેની ડિમાંડ એટલી વધી જશે કે મોટી-મોટી સોશિયલ નેટવર્કિંગ સાઇટ તેમની સાથે કામ કરવા માટે આટલી મોટી રકમ આપશે. ભારતીય મૂળના અમેરિકન નાગરિક નીલ મોહને ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તે એન્ડરસન કન્સલન્ટિંગમાં કામ શરૂ કર્યું હતું.

1997માં એક સ્ટાર્ટ-અપ કંપની નેટ ગ્રેવિટીમાં નીલ મોહને કામ કર્યું, જે ડિજિટલ માર્કેટિયરને સોફ્ટવેર વેચતી હતી ત્યારબાદ નેટ ગ્રેવિટીને ડબલ ક્લિકે ખરીદી લીધી. નીલ મોહન 2003 સુધી ડબલ ક્લિકમાં કામ કરતા હતા, ત્યારબાદ નીલ મોહને એમબીએ કરવા માટે સ્ટેનફોર્ડ જતા રહ્યાં અને 2005માં જ્યારે તે એમબીએ કરીને પાછા ફર્યા તો ગૂગલ જેવી મોટી કંપનીઓની ઓફર હોવાછતાં તેમને ડબલ ક્લિક સાથે જોડાઇ ગયા.

neal-mohan

ડબલ ક્લિકના તે સમયના સીઇઓ ડેવિડ રોજેંનબ્લા અને નીલ મોહને કંપનીને નવી ઉંચાઇએ પહોંચાડી અને નવી સ્ટ્રેટજી આપવા માટે જો 400-500 પેજનો પાવર-પોઇંટ ડોક્યુમેન્ટ બનાવીને કંપની બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગૂગલે પણ તેને ખરીદી લીધી અને નીલ મોહનને પોતાના એમ્પલોય બનાવી રાખવા 544 કરોડનું બોનસ આપ્યું છે.

નીલ મોહનને કોઇપણ કંપની તેમની મનમાંગી પોસ્ટ અને પગાર આપવા માટે તત્પર રહે છે. નીલ મોહનના કેરિયરની શરૂઆત ગ્લોરફાઇડ ટેક્નિકલ સપોર્ટથી થઇ હતી. અહીં તેમને 60,000 ડોલર પગાર મળતો હતો.

2008માં નીલ મોહન ગૂગલ સાથે તે સમયે જોડાયા જ્યારે તેમની જુની કંપની ડબલ ક્લિકને ગૂગલે ખરીદી લીધી. હવે તેમને રોકી રોખવા માટે ગૂગલે તેમને આટલું મસમોટું બોનસ આપ્યું છે. 2011માં ગૂગલને ડિસ્પ્લે એડવર્ટાઇઝિંગ દ્રારા 5 બિલિયન ડોલરની આવક થઇ હતી, જ્યારે 2012માં આ 7 બિલિયન ડોલર થવાની આશા છે.

English summary
Google has paid a staggering bonus of $100 million to Indian-American executive Neal Mohan, just to keep him from accepting a job at Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X