એક આઇડિયા તમને બનાવી શકે છે કરોડપતિ!

ઇન્ટરનેટ સર્ચ એન્જીન કંપની ગુગલે ટેક્નિક થકી સમાજની વિભિન્ન સમસ્યાઓના નિરાકરણ સાથે જોડાયેલી એક પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે. આ પ્રતિયોગિતામાં જીતનારાને ચાર ઉદ્યમીને તેમના અનોખા વિચાર માટે ત્રણ-ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ગુગલે આ થકી સંસ્થાઓ પાસેથી આવેદન મંગાવ્યા છે જેમાં તેમણે જણાવવું પડશે કે તે ભારત અને વિશ્વની સમસ્યાઓના નિરાકરણ માટે ટેક્નિકનો ઉપયોગ કેવી રીતે કરે છે.

ચાર વિજેતાઓમાંથી પ્રત્યેકે પોતાની પરિયોજનાને મૂર્ત રૂપ આપવા માટે ત્રણ કરોડ રૂપિયા અને ગુગલ તરફથી ટેક્નિકલ મદદ મળશે. કંપનીનું કહેવું છે કે, ગુગલ 'ઇમ્પેક્ટ ચેલેન્જ ઇન ઇન્ડિયા' તેના સામાજિક પ્રયાસોનો એક ભાગ છે.

ગુગલે મંગળવારે એક નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે, ઓનલાઇન આવેદનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને પાંચ સપ્ટમ્બર સુધી ચાલું રહેશે. ફાઇનલમાં પહોંચનારી 10 સંસ્થાઓની યાદી 21 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. ત્યારબાદ લોકોએ આ પરિયોજનાઓમાંથી પોતાની મનપસંદ યોજનાને પસંદ કરવા માટે કહેવામાં આવશે.

google-logo
ફાઇનલ 31 ઓક્ટોબરે દિલ્હીમાં થશે. મહત્વપૂર્ણ છે કે ગુગલમાં 2011માં ગ્લોબલ ઇમ્પેક્ટ એવોર્ડ શરૂ કર્યો હતો. તેમાં ટેક્નિક થકી દુનિયાને બદલનારી પરિયોજનાને વધારો આપવામાં આવે છે. ગુગલના વરિષ્ઠ સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને મુખ્ય વ્યવસાયિક અધિકારી નિકેશ અરોડાએ ગુગલના અધિકૃત બ્લોગમાં લખ્યું કે, ભારતના સ્વતંત્રતા દિવસ અવસરે અમે વિશ્વના સૌથી લોકતંત્રમાં સર્જનાત્મકતા અને ઉદ્યમશીલતાને સલામ કરી રહ્યાં છીએ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X