For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રૂપિયો મજબૂત કરી આર્થિક સુધારા ચાલુ રાખીશું : વડા પ્રધાન

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 30 ઓગસ્ટ : દેશની વણસી ગયેલી આર્થિક સ્થિતિ મુદ્દે સંસદના ઉપલાગૃહ રાજ્ય સભામાં જવાબ આપતા વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું છે કે યુએસ ડોલર સામે રૂપિયાનું થયેલું અવમૂલ્યન ચિંતાનો વિષય છે. સરકાર અને ભારતીય રીઝર્વ બેન્ક રૂપિયાને સ્થિર કરવા માટેના જરૂરી તમામ પગલાં લઈ રહી છે.

રૂપિયાના ઐતિહાસિક પતનને રોકવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે તે વિશે વારંવાર પૂછાયેલા સવાલોના સંદર્ભમાં દેશના અર્થતંત્રની હાલત અંગે આજે વડા પ્રધાને લોકસભામાં નિવેદન કર્યું છે. સતત વધી રહેલી કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ અંગે ચિંતા વ્યક્ત કરીને વડાપ્રધાને કહ્યું કે આ સમસ્યાનું કારણ સોના તથા ક્રુડ તેલની વધી ગયેલી આયાત છે. હવે સરકારની પ્રાથમિકતા આ નાણાકીય ખાધને ઘટાડવાની છે અને તે નીચે લાવી શકવાનો સરકારને વિશ્વાસ છે.

વડા પ્રધાને એમ પણ કહ્યું કે આપણે સોના માટેની આપણી ભૂખને કાબૂમાં રાખવાની જરૂર છે, પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉપયોગમાં કરકસર કરવાની જરૂર છે અને આપણી ચીજવસ્તુઓની નિકાસ વધારવાની છે. તેમણે જણાવ્યું કે "મારી સરકાર આર્થિક સુધારાને પડતા નહીં મૂકે, પણ રૂપિયાના અવમૂલ્યનને રોકવાના પગલાં ચોક્કસ લેશે."

English summary
Government is taking all necessary steps to strengthen rupee : PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X