સરકાર એફડીઆઇ નીતિને વધારે ઉદાર બનાવશે : ચિદમ્બરમ

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમે ગયા વર્ષની 1 ઓગસ્ટે નાણાં પ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. આ હોદ્દા પર એક વર્ષની સમાપ્તિ નિમિત્તે પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં જ 5.5 થી 6 ટકાનો વિકાસ દર હાંસલ કરશે.
ચિદમ્બરમે એમ પણ કહ્યું કે સરકાર બિન જરૂરી લક્ઝરી આઈટમ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવા વિચારે છે. સરકાર કરન્ટ એકાઉન્ટ ડેફિસીટ (સીએડી)ને અંકુશમાં રાખવા નિકાસને વધારવા પણ માગે છે. સરકાર એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ નિયમોને હળવા કરશે અને એનઆરઆઈ ડિપોઝીટ્સમાંથી ઈન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહિત કરશે.
રૂપિયો નબળો પડ્યો છે તે વિશેના સવાલના જવાબમાં ચિદમ્બરમે કહ્યું કે, મારા મગજમાં એ વિશે કોઈ ચોક્કસ ટાર્ગેટ નથી, પણ હું તે માટેના પગલા જરૂર લઈશ.












Click it and Unblock the Notifications
