For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકાર ખાદ્ય તેલમાં આયાત ડ્યુટી વધારશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 નવેમ્બર : ખાદ્યતેલોની સતત વધતી ઈમ્‍પોર્ટને પગલે કેન્‍દ્રીય ક્રૂડ મંત્રી રામવિલાસ પાસવાને ખાદ્યતેલોની ઈમ્‍પોર્ટ ડયુટી વધારવાની ભલામણ કેબીનેટને મોકલી આપી છે. કોમર્સ મિનિસ્‍ટ્રી ઈમ્‍પોર્ટ ડયુટી વધારવા માટે તેની કોમેન્‍ટ આપ્‍યા બાદ ઈમ્‍પોર્ટ ડયુટી વધારવાની ભલામણ કેબીનેટમાં મુકવામાં આવશે.

કેન્‍દ્રીય ફુડ મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્‍યુ હતુ કે, મારા મંત્રાલયે ક્રૂડ ખાદ્યતેલોની હાલની અઢી ટકા ઈમ્‍પોર્ટ ડયુટી વધારીને પાંચ ટકા કરવાની અને રિફાઈન્‍ડ ખાદ્યતેલોની હાલની દસ ટકા ઈમ્‍પોર્ટ ડયુટી વધારીને 15 ટકા કરવાની ભલામણ કેબીનેટને મોકલી દીધી છે.

personal-finance-investment-7

સોલવન્‍ટ એકસટ્રેકટર્સ એસોસીએશન (સી)ના એકઝીકયુટીવ ડાયરેકટર ડો. બી.વી. મહેતાએ જણાવ્‍યુ હતુ કે બે દિવસ અગાઉ સી નું ડેલિગેશન પ્રેસિડન્‍ટ પ્રવિણ લુક્કડ અને વાઈસ પ્રેસિડન્‍ટ અતુલ ચતુર્વેદીની આગેવાનીમાં ક્રુડ મિનિસ્‍ટર રામવિલાસ પાસવાન, કોમર્સ મિનિસ્‍ટર નિર્મલા સીતારામન અને સેક્રેટરી લેવલે રજૂઆત કરી હતી.

સી દ્વારા ક્રૂડ ખાદ્યતેલોની ઈમ્‍પોર્ટ ડયુટી 10 ટકા અને રિફાઈન્‍ડ ખાદ્યતેલોની ઈમ્‍પોર્ટ ડયુટી ૨૫ ટકા કરવાની ભલામણ કરાઈ હતી. હાલની ક્રુડ મિનિસ્‍ટરની દરખાસ્‍તથી ખેડૂતોને કોઈ મોટો ફાયદો નહીં થાય આથી અમે ઈમ્‍પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર વધારો કરવાની દરખાસ્‍ત કરી હતી. ખાદ્યતેલોની ઈમ્‍પોર્ટ ડયુટી વધારવા માટે આ વખતે સરકારનો એપ્રોચ સિરીયસ હોય બહુ જ ટૂંકાગાળામાં ઈમ્‍પોર્ટ ડયુટી વધારવામાં આવે તેવા સિગ્નલો મળી રહ્યા છે.

English summary
Government would to hike import duty on edible oil.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X