સરકાર આ બેન્કમાં રોકી રહે છે મોટી રકમ, આ છે કારણો
સરકાર બેન્ક ઓફ બરોડામાં 5,042 કરોડ રૂપિયા રોકવા જઈ રહી છે. વિજય બેન્ક અને દેના બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય થાય તે પહેલા કેન્દ્ર સરકારે 5 હજાર કરોડ રોકવાનો નિર્ણય કર્યો છે.
સરકાર બેન્ક ઓફ બરોડામાં 5,042 કરોડ રૂપિયા રોકવા જઈ રહી છે. વિજય બેન્ક અને દેના બેન્કનો બેન્ક ઓફ બરોડામાં વિલય થાય તે પહેલા કેન્દ્ર સરકારે 5 હજાર કરોડ રોકવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પરંતુ બેન્કના શેર્સ પર પણ તેની અસર દેખાઈ રહી છે. સરકારની નાણાકીય મદદની જાહેરાત બાદ બેન્કના શેરમાં ઉછાળો નોંધાયો છે. S&P અને BSEમાં બેન્ક ઓફ બરોડાના શેરમાં લગભગ 6 ટકાનો વધારો દેખાયો છે.

ત્રણેય બેન્કનો વિલય 1 એપ્રિલથી થશે
બીજી તરફ સ્ટોક એક્સચેન્જને અપાયેલી માહિતી પ્રમાણે બેન્કે જણાવ્યું છે કે નાણા મંત્રાલયે વિલય પહેલા બેન્કમાં 5,042 કરોડ રોકવાની જાહેરાત કરી છે. આ ત્રણેય બેન્કોનો વિલય 1 એપ્રિલથી અમલી બનશે. જો કે સમજૂતી પ્રમાણે વિજયા બેન્કના શેર ધારકોને દરેક 1 હજાર શેરના બદલામાં બીઓબીના 402 શેર મળશે. તો દેના બેન્કના શેર ધારકોને દરેક 1 હજાર શેના બદલામાં બીઓબીના 110 શેર મળશે.

આ સાથે જ ત્રીજી સૌથી મોટી બેન્ક બનશે BoB
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને ICICI દેશની સૌથી મોટી બે બેન્કો છે. હવે આ વિલય બાદ BoB દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બની જશે. દેના બેન્ક અને વિજયા બેન્કના કર્મચારીઓ, ખાત, શેર બધું જ બેન્ક ઓફ બરોડાને આધીન થશે. આ વિલય બાદ બેન્ક ઓફ બરોડા પાસે કુલ 9401 શાખા, અને 13,432 એટીએમ થશે. દેશમાં SBIના 59,291 એટીએમ અને 18 હજારથી વધુ બ્રાંચ છે. તો ICICI પાસે 4,867 બ્રાંચ અને 14,367 એટીએમ છે.

SBIમાં થઈ ચૂક્યો છે આ બેન્કોનો વિલય
બીજી તરફ એ જાણવું પણ જરૂરી છે કે સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણ કોર અને બે નોન લિસ્ટેડ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા તેમજ સ્ટેટ બેન્ક ઓફ હૈદારબાદની સાથે સાથે ભારતીય મહિલા બેન્ક પણ SBIમાં વિલય થઈ ચૂક્યો છે.

ગ્રાહકો પર શું પડશે અસર
મળતી માહિતી પ્રમાણે આ વિલયથી દેના અને વિજયા બેન્કના ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે. નિષ્ણાતોના મત પ્રમાણે ધીરે ધીરે બેન્કોની ચેકબુક, અકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડજી બદલાઈ શકે છે. પંજાબ એન્ડ સિંઘ બેન્કના પૂર્વ ચીફ જનરલ મેનેજર જી. એસ. બિંદ્રાના કહેવા પ્રમાણે વિલય બાદ બેન્કની બ્રાંચના IFSC કોડ બદલાઈ શકે છે. જો કે આ પરિવર્તન પર અંતિમ નિર્ણય બોર્ડ કરશે.

ફોન નંબર રાખો અપડેટેડ
બેન્ક ઓફ બરોડાની વેબસાઈટ પ્રમાણે હાલ ભારત સમેત વિશ્વના 22 દેશોમાં બેન્કના કુલ 8.2 કરોડ ગ્રાહકો છે. તો દેના અને વિજયા બેન્કના ગ્રાહકોની સંખ્યા પણ મોટી છે. એટલે જો તમે પણ બેન્કના કસ્ટમર છો તો તમારું ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર અપડેટેડ રાખો. જેથી બેન્ક કોઈ પણ પરિવર્તન અંગે તમને ફોન મેસેજ કે મેલ દ્વારા માહિતી આપી શકે.

બ્રાંચ બંધ કરવા અંગે નથી થયો નિર્ણય
બ્રાંચના વિલય બાદ વિજયા અને દેના બેન્કની કેટલી શાખા બંધ થશે, તે અંગે કોઈ નિર્ણય નથી લેવાયો. બેન્ક ઓફ બરોડાના જીએમ રાજેન્દ્ર કુમારે કહ્યું કે બેન્કના વિલયની પ્રક્રિયા પૂરી થયા બાદ જ નક્કી થશે કે નજીક નજીક આવેલી કઈ શાખા બંધ થશે. તેમણે એ પણ કહ્યું કે બેન્કના આઈટી ઈન્ટીગ્રેશન પર પણ કામ ચાલી રહ્યું છે, જે પુરુ તતા 18 મહિનાનો સમય લાગશે. બાદમાં જ બેન્કોનો સંપૂર્ણ રીતે વિલય થશે.












Click it and Unblock the Notifications
