For Quick Alerts
For Daily Alerts
FDI મુદ્દે સરકાર વિરોધ સહન કરવા તૈયાર : આનંદ શર્મા
નવી દિલ્હી, 21 નવેમ્બર : સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત લાવવાને શક્યતાઓની વચ્ચે સરકારે કહ્યું છે કે મલ્ટી બ્રાન્ડ રિટેલમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) મુદ્દે તેઓ પોતાના નારાજ સાથી દળોનો સંપર્ક કરશે અને એફડીઆઇથી થતા ફાયદા અંગે તેમને વિશ્વાસમાં લેવાનો પ્રયત્ન કરશે.
ઉદ્યોગ અને વાણિજ્ય પ્રધાન આનંદ શર્માએ જણાવ્યું કે "ડીએમકે અમારા મૂલ્યવાન સહયોગી છે. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોના નેતૃત્વમાં એફડીઆઇ મુદ્દે ડીએમકે સાથે વાત કરવમાં આવી છે અને આગળ પણ કરવામાં આવશે."
શર્માએ જણાવ્યું કે "અમે ડીએમકેને વિશ્વાસ આપીશું કે અગાઉ એફડીઆઇ મુદ્દે જે પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, એફડીઆઇની નીતિ ઘડતા સમયે તેને દૂર કરવામાં આવી છે. નીતિમાં નાના વેપારીઓના હિતોને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખવામાં આવ્યા છે."
તેમણે જણાવ્યું કે યુપીએનું ગઠબંધન મજબૂત છે. વિવિધ રાજકીય પક્ષોના વલણમાં ભિન્નતા હોઇ શકે છે. ભારતના બધા જ રાજકીય પક્ષો એક વાત સારી રીતે જાણે છે કે દેશ અને દુનિયાની વર્તમાન સ્થિતિને જોતા સ્થિરતા અત્યંત જરૂરી છે.