સરકાર સૌગંદનામામાં 2G અંગેના બધા પ્રશ્નોનો જવાબ આપશે : સિબલ

આ અંગે કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના મૌખિક વિધાનો અંગે કોઇ પ્રતિક્રિયા આપશે નહીં. સુપ્રીમ કોર્ટ આ અંગે લેખિતમાં જવાબ આપવા આદેશ કરશે ત્યારે જ કશું કહેશે.
એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કપિલ સિબ્બલે જણાવ્યું કે મારે મૌખિક નિવેદનોનો જવાબ આપવાની જરૂર નથી. અમે એકાદ દિવસમાં સૌગંદનામું તૈયાર કરીશું. સિબ્બલે 2જી લીલામીનો બચાવ કરતા કહ્યું કે દરેક લીલામી અલગ હોય છે. તેનું પરિણામ પણ અલગ હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે લીલામીથી ઇચ્છિત પરિણામો બહાર આવશે. એક અનુમાન અનુસાર 40,000 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે. અમને આશા છે કે બાકી રહેલા સીડીએમએ લાયસન્સ પણ વેચાઇ જશે.












Click it and Unblock the Notifications
