GST revenue: નવેમ્બર 2023માં ગુજરાતમાં GSTની આવકમાં 16 ટકાનો વધારો
GST revenue: નવેમ્બર, 2023માં એકત્ર કરાયેલ GSTની કુલ આવક 1,67,929 કરોડ છે, જેમાંથી CGST 30,420 કરોડ છે, આ ઉપરાંત SGST 38,226 કરોડ છે, ઇમ પોર્ટ પર એકત્રિત 39,198 કરોડ સહિત IGST 87,009 કરોડ છે, અને માલની આયાત પર એકત્રિત 1,036 કરોડ સહિત સેસ 12,274 કરોડ છે.
ગુજરાત રાજ્યમાં, આ મહિને વર્ષ-દર-વર્ષની વૃદ્ધિ 16 ટકા હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં 9,333 કરોડ એકત્રિત કરવામાં આવી હતી, તેની સરખામણીએ નવેમ્બર 2023માં 10,853 કરોડ એકત્ર થયા હતા.

ગુજરાત સરકારે IGSTમાંથી 37,878 કરોડ CGST અને 31,557 કરોડ SGSTને સેટલ કર્યા છે. નિયમિત સેટલમેન્ટ પછી નવેમ્બર, 2023 મહિનામાં કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે 68,297 કરોડ અને SGST માટે 69,783 કરોડ છે.
નવેમ્બર, 2023 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 15 ટકા વધુ છે, અને નવેમ્બર 2023 સુધી 2023-24 દરમિયાન વાર્ષિક ધોરણે કોઈપણ મહિના માટે સૌથી વધુ છે.
મહિના દરમિયાન સ્થાનિક વ્યવહારોમાંથી (સેવાઓની આયાત સહિત) આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 20 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2023-24માં ગ્રોસ GST કલેક્શન 1.60 લાખ કરોડના આંકડાને વટાવી ગયું હોય તેવું છઠ્ઠી વખત બન્યું છે.
નવેમ્બર, 2023ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ GST કલેક્શન 13,32,440 કરોડ, દર મહિને સરેરાશ 1.66 લાખ નવેમ્બર, 2022ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2022-23ના ગ્રોસ GST કલેક્શન કરતાં 11.9 ટકા વધુ છે [ 90,920 કરોડ, દર મહિને સરેરાશ 1.49 લાખ કરોડ].
નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક-1 નવેમ્બર 2022ની સરખામણીમાં નવેમ્બર 2023 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલા GSTના રાજ્યવાર આંકડા દર્શાવે છે. કોષ્ટક-2 નવેમ્બર 2023 મહિના સુધી દરેક રાજ્યની પોસ્ટ સેટલમેન્ટ GST આવકના રાજ્યવાર આંકડા દર્શાવે છે.












Click it and Unblock the Notifications
